કચ્છ જિલ્લાની ૯ જેટલી મંડળીઓ ફડચામાં

મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ (હાઉસીંગ) ભુજ-કચ્છ દ્વારા શ્રી રોટરીનગર કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી.મુ.પધ્ધર તા.ભુજ-કચ્છ., શ્રી ડીફેન્સ કર્મચારી કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી.મુ.ભુજોડી તા.ભુજ-કચ્છ, શ્રી સર્વોદય કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી. મુ.ભચાઉ તા.ભચાઉ, શ્રી દિપક કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી.મુ.અંજાર-કચ્છ, શ્રી મારૂ મેઘવાર કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી.અંજાર-કચ્છ, શ્રી સર્વમંગલ કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી.મુ.ગાંધીધામ-કચ્છ., શ્રી શાલિભદ્ર કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી.ભુજ-કચ્છ, શ્રી કંડલા ગોદી મજુર કામદાર સહકારી મંડળી લી.મુ.નવાકંડલા તા.ગાંધીધામ-કચ્છ, શ્રી દિનોદ્વાર મજુર કામદાર સહકારી મંડળી લી.દદામાપર તા.અબડાસા-કચ્છ સહિતને ફડચામાં લઇ જવામાં આવેલ છે અને આ મંડળીના ફડચા અધિકારી તરીકે સહકારી અધિકારી (ફડચો) લગત જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ભુજ-કચ્છની નિમણુંક કરવામાં આવી છે. જેની લાગતાવળગતાઓએ નોંધ લેવી અને આ મંડળીઓ પાસે જેમનું કંઇ લેણું હોય તેમણે તેનો હિસાબ/જરૂરી આધાર પુરાવા સાથે આ નોટીસથી દિન-૬૦ માં અમારી પાસે નોંધ કરાવી જવી અથવા રજીસ્ટર્ડ પોસ્ટથી મોકલી આપવી. જો કોઇ રજુઆત કરવામાં નહીં આવેલ તો મંડળીના દફતર મુજબની જે કંઇ બાકી હશે તે મુજબની આગળની ફડચો આટોપવાની કાર્યવાહી કરવામાં આવશે અને મંડળીના બાકીદારોએ તુરંત જ મંડળીનું ચુકતે લેણું ભરી જવા ફડચા અધિકારી અને સહકારી મંડળી (ફડચો) લગત જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *