”રાજકોટ જીવનનગરના મહાદેવધામમાં રામનવમી ભાવપૂર્વ ઉજવાશે”

  • – રવિવારે જીવનનગરના રામેશ્વર મંદિરે રામજન્મોત્સવ સાથે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો.
  • – સવારથી રાત્રિ સુધી ધાર્મિક કાર્યક્રમો.
  • – મંદિરમાં સંનિષ્ઠ સેવા આપનાર યશ રાયચુરાનું સન્માન કરવામાં આવશે.

રાજકોટ : જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળ અને રામેશ્વર મહાદેવ મંદિર સમિતિના સંયુક્ત ઉપક્રમે રવિવાર તા. ૧૦ મી એપ્નિલે રામનવમી દિને સવારથી રાત્રિ સુધી અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં સંનિષ્ઠ સેવા આપનાર યશ રાયચુરાનું વિશેષ સન્માન કરવામાં આવશે. મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ અને વિનોદરાય ભટ્ટે જણાવ્યું કે રવિવાર સવારે ૬ કલાકે પ્નભાતફેરીમાં ભગવાન રામના ગુણાનુવાદ કરી પ્નારંભ કરવામાં આવશે. સુંદરકાંડના સામુહિક પાઠ કરી હોમમાં આહુતી આપવામાં આવશે. બપોરે ૧ર કલાકે ભગવાન રામનું પ્નાગ્ટયની ઉજવણી કરવામાં આવશે. દિપમાલા સાથે મહાઆરતીનું આયોજન છે. સાંજે સાડા પાંચ કલાકે સત્સંગ મંડળમાં જીવનનગર, જ્ઞાનજીવન, અમી પાર્ક, દેશળદેવ પરા, શિવપરા, બ્રહ્મસમાજ, રાવલનગર, અમૃતા સોસાયટી, જીવનજ્યોત સોસાયટી, તિરૂપતિ સોસાયટીની બહેનો મહાદેવધામમાં સામુહિક ભજન–ધૂન, સુંદર કાંડના પાઠ, મંગલ પર્વની ઉજવણી કરશે. સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસે જણાવ્યું છે કે ભગવાન રામના પ્નાગ્ટય નિમિતે મંદિરમાં સુશોભન, શણગાર સાથે હિંડોળાના દર્શન બપોરે ૧ર થી રાત્રિના ૯ સુધી શ્રદ્ધાળુઓ માટે રાખવામાં આવશે. રૈયા રોડ, બ્રહ્મસમાજ પાસેનું આ મંદિર આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. સમાજ ઉપયોગી પ્નવૃત્તિઓ સમિતિ અગે્રસર છે. રામનવમી મહોત્સવની તૈયારી સમિતિના મુકેશભાઈ પોપટ, ડૉ. તેજસ ચોકસી, વિનુભાઈ ઉપાધ્યાય, નવીનભાઈ પુરોહિત, જેન્તીભાઈ જાની, ગોવિંદભાઈ ગોહેલ, પાર્થ ગોહેલ, શૈલેષભાઈ પુજારા, વિજયભાઈ જોબનપુત્રા, મહેશભાઈ ભાણવડિયા, નયનેશ ભટ્ટ, પંકજભાઈ મહેતા, અંકલેશ ગોહિલ, રાજુભાઈ દોમડીયા, હસુભાઈ મોડેસરા, એલ. ડી. દવે, મહિલા મંડળના યોગીતાબેન જોબનપુત્રા, શોભનાબેન ભાણવડિયા, જયોતિબેન પુજારા, અલ્કાબેન પંડયા, ભારતીબેન ગંગદેવ, હંસાબેન ચુડાસમા, જયાબેન શાપરીયા, ગુણીબેન જાની, વાસંતીબેન ત્રિવેદી, સુનિતાબેન વ્યાસ, નયનાબેન ઉપાધ્યાય, રેખાબેન દોમડીયા, ઉર્મિલાબેન ગોહેલ, જયશ્રીબેન મોડેસરા, ભદ્રાબેન ગોહેલ, પ્નફુલ્લાબેન બોરીચા, જયશ્રીબેન વ્યાસ, કુસુમબેન ચૌહાણ, આશાબેન મજેઠીયા, હર્ષાબેન પંડયા વકીલ, કાશ્મીરાબેન દવે, જુલીબેન ભાણવડિયા, દિપ્તીબેન જોશી, ભક્તિબેન ખખ્ખર, ઉષાબેન પટેલ, પ્નફુલ્લાબેન જોશી, વિધિબેન દવે, શોભનાબેન ખખ્ખર, પુનમબેન, ભારતીબેન, રેખાબેન, જાગૃતિબેન, જલ્પાબેન સહિત સદસ્યો કામગીરી કરી રહ્યા છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM