ધકાણ સર્જીકલ હોસ્પિટલ માંડવી માં ચંદન ચુડાસમા સેવા આપશે

ડો.ચંદન ચુડાસમાને ધકાણ સર્જીકલ હોસ્પિટલ પરિવારે માનભેર આવકાર આપ્યો

રિપોર્ટ:-અજય ખત્રી

ખારવા જ્ઞાતિ જે મુખ્ય દરિયાઈ વ્યવસાય સાથે વર્ષો થી સંકળાયેલી છે. ખારવા એટલે “દરિયાઈ છોરું” ની એક અનેરી ઓળખ ધરાવતા ખારવા સમાજ ની હાલ ની પેઢી શિક્ષણ માં પણ જાગૃત બની છે. જેનો ઉદાહરણ માંડવીના ખારવા સમાજના યુવાન ડો.ચંદન ચુડાસમા એ પુરૂ પાડ્યું છે. જેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ માંડવીની ભાટીયા શાળા , રામકૃષ્ણ શાળા તેમજ 12 ધોરણ સુધી શેઠ ખીમજી રામદાસ સ્કુલમાંથી સાયન્સ વિષય સાથે પૂર્ણ કરીને જામનગર સ્થિત એમ.પી. શાહ મેડીકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ. અને ત્યાર બાદ તે જ કોલેજમાં એમ.ડી. ( મેડીસીન ) ની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે.

ડો .ચંદન ચુડાસમા છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સીનીયર રેસીડેન્ટ
ડોકટ૨ અને ત્યાર બાદ આસી . પ્રોફેસર નું કામકાજ કરી હજારો દર્દીઓની સા૨વા૨ ક૨ી તેમના આશીર્વાદ મેળવ્યા છે.તેમના આ પાંચ વર્ષના કાર્યકાળ માં સૌ પ્રથમ સ્વાઈન ફલુ અને ત્યારબાદ ડેંગ્યુની બીમારી અને કોરોના ના સમયમાં ખૂબજ મોટું કામ કરેલ છે.હૃદય અને ફેફસાંને લગતી બીમારીઓ બ્લડપ્રેશર , હાર્ટ અટેક , અસ્થમા , સીઓપીડી , તેમજ લકવા ની સારવાર , ડાયાબીટીસ સંધિવાની સારવાર કરેલ છે . પારિવારિક સંબંધોથી સાથે રહેલા ડો . ચિંતનભાઇ સોની ( ધકાણ હોસ્પિટલ ) તેમના માર્ગદર્શક રહ્યા છે. હોસ્પિટલ માં પ્રથમ દિવસે ડો.ચંદન ચુડાસમા ને ધકાણ સર્જીકલ હોસ્પિટલ ના ડો.ચિંતન સોની , ડો.ચાંદની સોની, સુનિલ ભાઈ સોની,માલતી બેન બારોટ સાથે હોસ્પિટલ ના સ્ટાફએ ડો.ચંદન ચુડાસમા ને માનભેર આવકાર આપી સ્વાગત કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *