

સમગ્ર ગુજરાત ભરમાં ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યોનું મહાસંમેલન આજરોજ એક જ સમયે ગુજરાતના દરેક જીલ્લાઓમાં યોજવામાં આવેલ હતું જે અનુસંધાને કચ્છ જિલ્લા ભાજપનું ‘ સક્રિય કાર્યકર્તા મહાસંમેલન ” ભુજમાં હોટલ વિરામ ખાતે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલના અધ્યક્ષસ્થાને પ્રભારી મંત્રી શ્રી કીર્તીસિંહ વાઘેલા , જિલ્લા સંગઠન પ્રભારી મહેન્દ્રભાઇ પટેલ , હિતેશભાઇ ચૌધરી , જિલ્લા પંચાયત અધ્યક્ષા પારૂલબેન કારા , ધારાસભ્યો વાસણભાઈ આહિર , માલતીબેન મહેશ્વરી , પ્રધ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતું . જેમાં મોટી સંખ્યા સક્રિય સદસ્યો કચ્છનાં અલગ અલગ વિસ્તારમાંથી ભુજ મધ્યે ઉપસ્થિત રહયા હતા . કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સક્રિય સદસ્યોનુ કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રીશ્રી વલમજીભાઇ હુંબલે સ્વાગત પ્રવચન કરી આવકારેલ હતા . કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલે આ અવસરે કચ્છ જિલ્લાનું સંગઠન કેટલું મજબૂત છે તે આજે ઉપસ્થિત સક્રિય સદસ્યોની સંખ્યા જ બતાવી રહી છે એમ જણાવીને કચ્છભરમાંથી ઉપસ્થિત સક્રિય સદસ્યોનાં ઉત્સાહને બીરદાવેલ હતો સાથે સાથે આગામી સમયમાં પ્રદેશ ભાજપનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવનાર કાર્યક્રમો જેવા કે પેજ સમિતિની પૂર્ણતા , વોલ રાઇટીંગ , આવતીકાલે તા .૬ એપ્રિલના ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે જિલ્લાના દરેક બુથમાં દરેક કાર્યકર્તાના ઘરે ભાજપના ધ્વજ લગાવવા સહિતના કાર્યકમો સુપેર પાર પાડવા જણાવ્યું હતું . અંજારના ધારાસભ્યશ્રી વાસણભાઈ આહિરે સંગઠન લેવલે સરકારી યોજનાઓનો પ્રચાર કરી તે માટે લોકોમાં જાગૃતતા આવે તેવા પ્રયાસો કરીને વધુ ને વધુ લોકો સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડી શકાય તે માટે સક્રિય સદસ્યો મોટું યોગદાન આપી શકે તેમ છે તેમ જણાવીને ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યો બનવા માટે પણ મોટો ભોગ આપવું પડે છે તેમ જણાવેલ હતું . સંગઠન પ્રભારી શ્રી હિતેશભાઈ ચૌધરીએ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી , મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલની કાર્યશૈલીને અનુસરવા સૌ સક્રિય સદસ્યોને હાકલ કરી હતી . તેમણે જણાવ્યુ હતું કે સક્રિય સદસ્યો સંગઠન માટે કાર્ય કરીને સર્વોચ્ચ સ્થાન સુધી પહોંચી શકે છે . સંગઠન પ્રભારી શ્રી મહેન્દ્રભાઈ પટેલ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સિધ્ધાંતોની પાર્ટી છે . શિસ્ત અને સિધ્ધાંતો સાથે રહીને લોકો અને પ્રદેશના વિકાસ માટે કાર્ય કરવું ભારતીય જનતા પાર્ટીની અને પાર્ટીના દરેક કાર્યકર્તાની આગવી ઓળખ છે . પ્રભારી મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ ગુજરાત સરકારની વિવિધ યોજનાની માહિતી આપતા જણાવેલ કે સરકાર હરહંમેશ પ્રયત્નો કરતી રહે છે કે , સરકારી યોજનાઓના લાભ છેવાડાના માણસ સુધી પહોંચે . આગામી સમયમાં જયારે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તેની તૈયારી આજથી જ શરૂ કરી દેવાની સક્રિય સદસ્યોને અપીલ કરી હતી . ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ સક્રિય સદસ્યોએ તથા સંગઠનના દરેક નાના – મોટા કાર્યકરો અને પદાધિકારીઓએ સરકારની સિધ્ધિઓને છેવાડાના લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરવાનું છે . આજના આ સંમેલનમાં સક્રિય સદસ્યોનાં કાર્ડનું પ્રતિક વિરતણ દરેક મંડલના પ્રમુખોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવેલ હતું . આજના સંમેલનનું સંચાલન અને આભારવિધિ જીલ્લા મહામંત્રીશ્રી અનિરુધ્ધભાઇ દવેએ કરેલ હતી . આ સંમેલનમાં જીલ્લા મહામંત્રી શીતલભાઇ શાહ , જિલ્લા ભાજપના પદાધિકારીઓ , તમામ મંડલના હોદેદારો , સેલ / મોરચાના હોદેદારો , જિલ્લા પંચાયત , નગરપાલિકા , તાલુકા પંચાયતના સૌ સદસ્યો સહિત સક્રિય સદસ્યો ઉપસ્થિત રહયા હોવાનું ભુજ શહેર ભાજપ મીડીયા ઇન્ચાર્જ સંજય ઠકકરની યાદીમાં જણાવ્યું હતું .



