ભાજપા સ્થાપના દિનની ઉત્સાહભેર ઉજવણી કરતું ગાંધીનગર મહાનગર ભાજપા સંગઠન

મહાનગરના સૌ કર્મઠ, રાષ્ટ્રવાદ અને વિકાસની વિચારધારાને સમર્પિત કાર્યકર્તાઓને ભાજપા સ્થાપના દિનની શુભેચ્છાઓ પાઠવતા મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ

મહાનગરના તમામ ૧૧ વોર્ડમાં બુથસ્તરે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે. પી.નડ્ડાનું સંબોધન સૌ કાર્યકર્તાઓએ સાંભળ્યું.

મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ, મેયરશ્રી હિતેશ મકવાણા, ડૅ. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટૅ. કમિટી ચેરમેનશ્રી સ્ટૅ. કમિટી જસવંતભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ કનુભાઈ દેસાઈ, શ્રી ગૌરાંગ પટેલ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, અગ્રણીશ્રીઓએ નિર્ધારિત બુથમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સંબોધન સાંભળ્યું.

ભાજપાના ૪૨માં સ્થાપના દિન નિમિત્તે તમામ ૧૧ વોર્ડમાં પ્રત્યેક બુથમાં સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, અગ્રણીઓ, કાર્યકર્તાઓએ પોતાના નિવાસસ્થાને તેમજ પેજસમિતિના સભ્યો તેમજ સમર્થકોના નિવાસસ્થાને ભાજપનો ધ્વજ લગાવ્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *