ગુજરાત રાજ્યના મંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણીના જન્મદિવસે મિત્રમંડળ તથા વિધાનસભા ૬૮ના ભાજપ પરિવાર દ્વારા સેવાકીય પ્રવુતિ

રિપોર્ટ -અમિત વાકાણી-રાજકોટ

ગુજરાત રાજ્યના મંત્રીશ્રી અને વિધાનસભા ૬૮ રાજકોટના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીના જન્મ દિવસે મિત્ર મંડળ તથા વિધાનસભા ૬૮ના ભાજપ પરિવાર દ્વારા વોર્ડ નં.૪મા મધુવન પાર્કના કોમન પ્લોટમાં ૧૦૧ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. તેમાં અરવિંદભાઇ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તે કાર્યક્રમમાં અરવિંદભાઇ રૈયાણી તથા શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, કાળુભાઈ કુંગશીયા, નયનાબેન પેઢડીયા, તથા કંકુબેન ઉધરેજા શહર ભાજપ ઉપપ્રમુખ અશોકભાઇ લુણાગરીયા, સિ.ટી  પટેલ, કાનાભાઈ ઉધરેજા, દિલીપભાઈ લુણાગરીયા, તથા વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારબાદ મિત્ર મંડળ દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમમા ૩૫૦ વડીલોને અરવિંદભાઇ હસ્તે સાંજનું જમણવાર રાખવામાં આવ્યું હતું. સદભાવના વૃધ્ધાશ્રમના ૩૫૦ વડીલો મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણી પોતે પીરસીને જમાડ્યા હતા. તે કાર્યક્રમમા શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શહેર ભાજપ ઉપપ્રમુખ અશોકભાઇ લુણાગરીયા, પરેશભાઈ પીપળીયા, દિલીપભાઈ લુણાગરીયા, અમિતભાઈ વેકરીયા, વિજયભાઈ ડોબરિયા, કાળુભાઈ કુંગશીયા, ભરતભાઈ સાવકીયા તથા સર્વ મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM