કોઠારીયા વિસ્તારમાં લગાવવામાં આવેલ ઓકટાગોનલ પોલ/LED સ્ટ્રીટલાઈટો ચાલુ કરાવવા માટે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી(RUDA)ના મુખ્ય કારોબારી અધિકારીને રજૂઆત કરતા :રોશની સમિતિ ચેરમેન જયાબેન હરિભાઈ  ડાંગર

રિપોર્ટ -અમિત વાકાણી-રાજકોટ

 રાજકોટ મહાનગરપાલિકાના કોઠારીયા વિસ્તારમાં આવેલ તિરુપતિ બાલાજી પાર્ક બ્રહ્માણી હોલ સામે, કોઠારીયા સોલવન્ટ ફાટકથી કોઠારીયા ગામ તરફ રોડ વિસ્તાર તેમજ હાપલીયા પાર્ક કોઠારીયા (રણુજા) મેઈન રોડ પર આવેલ જુદી-જુદી LED સ્ટ્રીટલાઈટો ઘણા સમયથી બંધ હાલતમાં હોવાની ફરિયાદો હતી. રૂડા દ્વારા પાંચ વર્ષના નીભાવ-મરામત સાથે કોઠારીયા વિસ્તારમાં ઓકટાગોનલ પોલ ઉભા કરી તેના પર LED લાઈટો લગાવવામાં આવેલ છે. જેમાં મોટા ભાગની LED લાઈટો શરૂઆતથી જ બંધ હાલતમાં છે. તેમજ ઘણા ઓકટાગોનલ પોલ પણ સાઈટ પર હયાત ન હોય કોઠારીયાગામ વિસ્તાર રાજકોટ મહાનગરપાલિકાની હદ વિસ્તાર સમાવેશ કરવામાં આવ્યો. ત્યારથી રૂડા દ્વારા તમામ લાઈટો વિગેરે ચાલુ હાલતમાં સોપવા આવેલ નથી. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ દ્વારા લાઈટો બંધ હોવાની આ વિસ્તારના લોકોને સ્ટ્રીટ લાઈટની સુવિધા મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકાને સોંપવા અંદાજે છેલ્લા પાંચ વર્ષથી ૨૦૧૭ થી ૨૦૨૧ સુધીમાં સમયગાળામાં રાજકોટ મહાનગરપાલિકાના રોશની વિભાગ દ્વારા રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીને ૦૮(આઠ) વખત લેખીતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

ઉપરોક્ત બાબતે ઘણા સમય થી બંધ પડેલી LED સ્ટ્રીટ લાઈટોમાં જરૂરી મરામત કરી તાત્કાલિક ચાલુ હાલતમાં કરી રાજકોટ મહાનગરપાલિકાની રોશની વિભાગને સોંપવા રૂડાના મુખ્ય કારોબારી અધિકારીશ્રીને પત્ર પાઠવી સુચના આપેલ હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM