ભાજપાના રાજ્યવ્યાપી સામાજિક ન્યાય પખવાડિયા અન્વયે ગાંધીનગર મહાનગર ભાજપા મહિલા મોરચા દ્વારા સુપોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો.

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ ભાજપાના રાજ્યવ્યાપી સામાજિક ન્યાય પખવાડિયા અન્વયે ગાંધીનગર મહાનગર ભાજપા મહિલા મોરચા દ્વારા સુપોષણ અભિયાન કાર્યક્રમ અંતર્ગત મહાનગરના તમામ ૧૧ વોર્ડમાં આશાવર્કર તેમજ આંગણવાડીના બહેનોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા. આજરોજ યોજાયેલ સુપોષણ અભિયાન કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નં.૩ માં આદિવાડા ખાતે આયોજિત કાર્યક્રમમાં મહાનગર ભાજપા મહિલા મોરચા દ્વારા કિશોરીઓને સેનેટરી નેપકીન, ધાત્રી માતાઓને બાળકોનાં કપડાં, કુપોષિત બાળકોને પ્રોટીન પાવડરનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ, મેયરશ્રી હિતેશ મકવાણા, ડૅ. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટૅ. કમિટી ચેરમેનશ્રી જસવંતભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ શ્રી ગૌરાંગ પટેલ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, મહિલા મોરચાના પ્રમુખ પ્રિયા પટેલ, કોર્પોરેટરશ્રીઓ, અગ્રણીશ્રીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આદિવાડા ખાતેના કાર્યક્રમમાં ઋષિવંશી ટ્રસ્ટ દ્વારા નાસ્તાની વ્યવસ્થા, પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર દ્વારા કિશોરીઓને સેનેટરી નેપકીન, મહાનગર મહિલા મોરચાના મહામંત્રી હર્ષાબા દ્વારા કપડા આપવામાં આવ્યા હતા. વિવિધ વોર્ડમાં ભાજપા સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરોએ આંગણવાડીમાં આશાવર્કર તેમજ આંગણવાડીના બહેનોને સર્ટિફિકેટથી સન્માનિત કરવા ઉપરાંત બાળકોને પૌષ્ટિક ફળફળાદીનું વિતરણ કર્યુ હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM