
રિપોર્ટ.. ડેવિડ પટેલ.
આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા ત્યારે તેમને ગાંધીનગર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ વિદ્યા શિક્ષા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ની મુલાકાત લીધી તે સમયે મહેસાણા જિલ્લાના ડી.પી.ઓ. શ્રી ગૌરાંગભાઈ વ્યાસે સરકાર દ્વારા ચાલતી પ્રવૃત્તિઓ જેવી કે ઓનલાઇન હાજરી ,પરીક્ષાના ગુણની ઓનલાઇન એન્ટ્રી, એકમ કસોટી ના ગુણ ની એન્ટ્રી ,વાંચન લેખન ગણન એટલે કે એફ. એલ.એન. નું અભિયાન પૂરા ગુજરાતમાં ચાલ્યું તેની વિગતો, એડમિનિસ્ટ્રેશન ની ચર્ચા કરીએ તો ગુજરાત સરકારની પ્રગતિ નું કાર્ય ઓનલાઇન રીતે આચાર્ય ફક્ત શિક્ષકનું નામ સોફ્ટવેર માં નાખે એટલે તમામ વિગતો જેવીકે પગાર ,પુરવણી બિલ, સર્વિસ બુકમાં એન્ટ્રી ,શિક્ષક ની રજાઓ ની માહિતી ,કોઈપણ પ્રકારના ફોર્મ, તેની અંદરથી આચાર્ય મેળવી શકે અને કાર્ય કરી શકાય તે રીતે સરળતાથી હાર્ડવર્ક કર્યા વગર ઓનલાઇન થઈ શકે છે.તેની વિગતો વડાપ્રધાન શ્રી ને આપી. વધુ વિગત વ્યાસ સાહેબ આપતા જણાવ્યું કે આખા રાજ્યનો ડેક્ષ બોર્ડ ઉપર ડેટા જોઇ શકાય તેમ ગોઠવણી કરવામાં આવી હતી. તેમજ પૂરા ગુજરાતમાં થી ૫૦ કરોડથી વધુ ડેટા પોઇન્ટ કલેક્ટ થાય છે. તે વિગત માનનીય વડાપ્રધાન શ્રી ને જણાવી ,તેમણે વધુ ઉમેરતા કહ્યું કે માનનીય વડાપ્રધાન શ્રી એ ગુણોત્સવ ની પ્રોસેસ વિશે રસપૂર્વક વધુ માહિતી જાણી અને તેના વિશે વધુમાં વધુ સુંદર કાર્ય થાય તે પ્રમાણે સૂચનો કર્યા. ગૌરાંગભાઈ એ જણાવ્યું કે બી.આર.સી, સી.આર.સી અને આચાર્યને સરકાર દ્વારા ટેબલેટ આપવામાં આવ્યા છે અને ગુજરાતના કોઇપણ ખૂણાથી કોઈપણ વ્યક્તિ તેને ઓનલાઈન ક્લાસ માં શુ અભ્યાસ કરાવવા મો આવે છે તે જોઈ શકે તેમ જ તેની પૂરી વિગત મેળવી શકે તેવા પ્રયત્નો સાથે ગુજરાત સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાકાળ ના વિપરીત સમયમાં વાંચન ,લેખન અને ગણન એફ. એલ. એન. નું જે અભિયાન પૂરા ગુજરાતમાં ચાલ્યું તેના ભાગરૂપે ગુજરાત ભરમાંથી ફક્ત મહેસાણા જિલ્લાએ બુક સ્વરૂપે શરૂઆત કરી અને તેનો તમામ યશ જિલ્લાના ડી.પી.ઓ. શ્રી ગૌરાંગભાઈ વ્યાસ ને તથા તેમની ટીમને જાય છે.
