વાઘોડિયા અને પાદરામાં યોજાયેલ આયુષ મેગા નિદાન સારવાર કેમ્પનો ૩૪૦૭ લાભાર્થીઓએ લાભ લીધો

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આદેશ અન્વયે નિયામકશ્રી આયુષના માર્ગદર્શનથી જિલ્લા આયુર્વેદ અધિકારી લની કચેરી વડોદરા દ્વારા કુમાર શાળા વાઘોડિયા અને પાદરા ખાતે નિશુલ્ક આયુષ મેગા નિદાન- સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જિલ્લા આર્યુવેદ અધિકારી ડો.સુધીર જોશીએ જણાવ્યું હતું. આયુષ મેગા નિદાન સારવાર કેમ્પનો વાઘોડિયામાં ૧૩૮૯ અને પાદરામાં ૨૦૧૭ સહિત કુલ ૩૪૦૭ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં આયુર્વેદ,હોમિયોપેથીક, દંત રોગ અગ્નિકર્મ,પ્રતિમર્ષ નસય,ધુમ નસય,પ્રકૃતિ પરીક્ષણ ઉકાળા વિતરણ ,હોમિયોપેથી પ્રિવેન્ટિવ ડોઝ, યોગ નિદર્શન,આયુષ પ્રદર્શનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિષ્ણાત વૈધોએ સેવાઓ આપી હતી. આ કેમ્પમાં આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી નીલેશભાઈ પુરાણી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી શાંતિભાઈ રબારી, સરપંચ શ્રીમતી લક્ષ્મીબેન વગેરે અગ્રણીઓએ હાજરી આપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *