



ભુજ
ભારત રાષ્ટ્ર આઝાદી ના ૭૫ વર્ષની ઉજવણીમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. “આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અતર્ગત સરકારશ્રી દ્વારા પ્રાથમિક આરોગ્ય સેવાઓ ને મજબુત કરવા તેમજ રોગોનું નિવારણ થઈ શકે તેવા રોગોનું વહેલું નિદાન કરી તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ લાવવા તેમજ આરોગ્યની સેવાઓ માનવી સુધી તે હેતુથી તા.૧૮/૦૪/૨૦૨૨ થી ૨૨/૦૪/૨૦૨૨ સુધી તાલુકા ક્ક્ષાએ આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અતર્ગત રામબાગ હૉસ્પિટલ આદિપુરના પ્રાંગણમાં આજ રોજ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીધામ તાલુકા આરોગ્ય મેળાનો ૫૧૨ દર્દીએ લાભ લીધો. તાલુકા આરોગ્ય મેળામાં ટી.બી, હાયપરટેંશન,ઓરલ કેન્સર, મેલેરિયાનું નિદાન અને સારવાર કરાશે. એટલું જ નહીં યોગા અને મેડિટેશન માટે ટેલી ક્ન્સલ્ટન્સીથી સારવાર પૂરી પાડવામાં આવેલ. તાલુકા આરોગ્ય મેળામાં રામબાગ અને શહેરના ફિઝિશિયન, ગાયનેક, આંખના અને દાંતના તજજ્ઞ,સ્કીન,નાક કાન અને ગળાના ડૉકટરો દ્વારા વિનામૂલ્યે નાગરિકો અને દર્દીઓનું નિદાન અને સારવાર કરાયા હતા. ઉપરાંત ૧૩૨ આયુષ્યમાન કાર્ડ બન્યા , ૨૬ ડિજિટલ હેલ્થ આઇ.ડી બન્યા.આ તાલુકા આરોગ્ય મેળાનો ૫૧૨ દર્દીએ લાભ લીધો હતો. તાલુકા હેલ્થ ઑફિસર ડૉ દિનેશ સુતરીયાએ ગ્રામ્યજનો અને નાગરિકોને આયુષ્માન કાર્ડ અંગેના કેમ્પ કરવા સૂચન કર્યું હતું . આ મેળામાં આયુષ વિભાગ,ફૂડ એન્ડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા,શિક્ષણ,યુવા અને રમતગમત વિભાગ,માહિતી અને પ્રસારણ, આઈસીડીએસ, પંચાયતી રાજ,સંસ્કૃતિક વિભાગ વગેરે ભાગ લીધો. ધારાસભ્યશ્રીમાલતીબેનમહેશ્વરી, નગરપાલિકા પ્રમુખશ્રી ઈશિતાબેન ટીલવાણી, તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, કારોબારી ચેરમેન પુનિત દૂધરેજીયા,સિંચાઈ સમિતિ ચેરમેન ધનજીભાઈ આહિર,શહેર પ્રમુખ પંકજ ઠકકર,ગ્રામ્ય પ્રમુખ બાબુભાઇ ગુજરીયા,આઈએમએ પ્રમુખ બલવંત ગઢવી,ડૉ અમીન અરોરા,તાલુકા હેલ્થ ઑફિસર ડૉ દિનેશ સુતરીયા,હિમાંશુ સિજુ,મામલતદાર મેહુલ ડાભાણી વગેરેએ દિપ પ્રાગટ્યથી કેમ્પને ખુલ્લો મૂક્યો. તાલુકા હેલ્થ ઑફિસર ડૉ દિનેશ સુતરીયા એ સ્વાગત અને આભાર વિધિ કરી હતી .સ્ટર્લીંગ,ડીવાઈન હોસ્પિટલ ઉપરાંત ડૉ અંજુ રાની,ડૉ જીગ્નેશ મહેતા,ડૉ તેજસ સોમેશ્વરે સેવાઓ આપી હતી.આશા બહેનોનુ પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતુ .કેમ્પ સફળ કરવા ડૉ રમેશ ચૌધરી,વિનોદ ગેલોતર,ચેતનાબેન જોશી,રમેશ ગોસ્વામી,પ્રકાશ સોલંકી વગેરે સહયોગ આપ્યો હતો.
