









તાલુકા આરોગ્યમેળો ભચાઉમાં ૪૦૦થી વધુ લોકોએ લાભ લીધો
“આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અતર્ગત સરકારશ્રી દ્વારા પ્રાથમિક આરોગ્ય સેવાઓ ને મજબુત કરવા તેમજ રોગોનું નિવારણ થઈ શકે તેવા રોગોનું વહેલું નિદાન કરી તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ લાવવા તેમજ આરોગ્યની સેવાઓ માનવી સુધી તે હેતુથી તા.૧૮/૦૪/૨૦૨૨ થી ૨૨/૦૪/૨૦૨૨ સુધી તાલુકા ક્ક્ષાએ આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ ભચાઉ તાલુકા કક્ષાનો આરોગ્ય મેળો સરકારી હોસ્પિટલ મધ્યે યોજાયો હતો. જેમા ૫૦૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. કાર્યક્રમમા માંડવી મુન્દ્રાના ધારાસભ્યશ્રી વીરેન્દ્રસિંહ જાડેજા, તા.પંચાયત પ્રમુખશ્રી મઘીબેન વાવીયા, જિ.પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી જનકસિંહ જાડેજા ,ભચાઉ નગરપાલિકાના પ્રમખશ્રી કલાવતીબેન જોશી, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા, નગરપાલિકા શાસકપક્ષના નેતાશ્રી કુલદીપસિંહ જાડેજા ,માજી ગોપાલક વિકાસ નિગમના ચેરમેનશ્રી અરજણભાઈ રબારી, ભાડાના પૂર્વ પ્રમુખશ્રી વિકાસભાઈ રાજગોર, તાલુકાપંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી વશરામભાઈ સોલંકી, ભાજપના વાઘજીભાઈ છાંગા, આઈ જી જાડેજા, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ નારાયણસીંગ, ડૉ રાઘવ પંડ્યા, ડૉ શાલિની ટેકચંદાની,ડો.જસરાજ બારડ, ડો.ભૂમિકા ગજેરા દ્વારા દીપપ્રાગટ્ય દ્વારા આરોગ્ય મેળાને ખુલ્લો મુકાયો હતો
આ આરોગ્ય મેળાનો હેતુ દર્દીઓને નિઃશુલ્ક તમામ સારવાર મળે તેના ઉપર ખાંસ ભાર મુકાયો હતો સ્ત્રી રોગ નિષ્ણાત ડો.રાજવી થાનકી, બાળ રોગ નિષ્ણાત ડો.કૌશિક જરું, સર્વ રોગ નિદાન સારવાર માં મેડિકલ ઓફિસર અને આરોગ્ય સ્ટાફે સેવાઓ આપેલ
હેલ્થ મેળામાં આરોગ્ય યોજનાકીય પ્રદર્શન, આઈસીડીએસ ,આયુષ વિભાગ, કિશોર સ્વાસ્થ્ય વગેરે જુદા જુદા સ્ટોલ દ્વારા લોકોને કાર્યક્રમોની જાણકારી આપેલ. કેમ્પમાં આયુષ્યમાન ભારત અંતર્ગત આયુષ્યમાન કાર્ડ તથા હેલ્થ કાર્ડ બનાવી અપાયા હતા. ડિસ્ટ્રીકટ આઈસી ઓફિસર ડો..અમીન અરોરા , જિલ્લા સુપરવાઈઝર રાજુભાઇ યાદવે મુલાકાત લઈ માર્ગદર્શન આપેલ. કેમ્પને સફળ બનાવવા તાલુકા આરોગ્ય કચેરીનો તમામ સ્ટાફ તથા ભચાઉ સીએચસી સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ . આ આરોગ્ય મેળામાં નગરજનોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
