રાજકોટ મહાનગરનાં અધ્યક્ષ તરીકે નિમણુંક થવા બદલ ભારત-તિબબ્ટ સંઘનાં તમામ હોદેદારોએ આવકારી અને શુભેચ્છાઓ પાઠવી હતી.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આર.એસ.એસ)ની વિચારધારા ધરાવતા પ્રબુદ્ધ પ્રતિનિધિઓ દ્વારા ભારત-તિબ્બત સંઘ (બી.ટી.એસ) જેનો ઉદેશ્ય તિબબ્ટનું સમર્થન અને આઝાદી માટે અને કૈલાસ માનસરોવરની મુકિત અને રાષ્ટ્રીય સુરક્ષા માટે લોકજાગૃતિ ફેલાવવા અને રાષ્ટ્રવાદ માટે કાર્યરત છે. વર્તમાનમાં ભારત તિબબ્ટ સમન્વય સંઘનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતનાં સુપ્રીમ કોર્ટનાં સેવા નિવૃત ન્યાયધીશ જ્ઞાનસુધ્ધા મિશ્રા, અને મહામંત્રી તરીકે રાજસ્થાન હાઈકોર્ટનાં વરિષ્ઠ ધારાશાસ્ત્રી સૌરભ સારસ્વતજી છે. ગુજરાત પ્રાંત પ્રદેશ ભાવેશ જોષીજી (બાપજી) અને ગુજરાત પ્રાંત મહિલા વિભાગ અધ્યક્ષ શ્રી ડો. મૃણાલીની ઠાકરજી છે. ગુજરાત પ્રાંતની સહમતી દ્વારા રાજકોટ મહાનગર યુવા વિભાગ અધ્યક્ષ તરીકે શ્રીભવદિપભાઈ વિજયભાઈ ત્રિવેદીની નિમણુંક કરવામાં આવી છે.  ભવદિપભાઈ વિજયભાઈ ત્રિવેદી એમ.એસ.ડબ્લ્યુ (સમાજકાર્ય) વિષયનો અભ્યાસ કર્યો છે, તેમાં હાલ તેઓ પી.એચ.ડી પણ કરી રહ્યા છે. શૈક્ષણિક સંસ્થાનાં સમાજકાર્ય વિભાગમાં તેઓ છ વર્ષથી કાર્યરત છે. રાજકોટની તમામ સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલ છે. તેમની રાજકોટ મહાનગરનાં અધ્યક્ષ તરીકે નિમણુંક થવા બદલ ભારત-તિબબ્ટ સંઘનાં તમામ હોદેદારોએ તેમને આવકારી અને શુભેચ્છાઓ પાઠવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *