માંડવી બ્લોક હેલ્થ મેળામાં ૫૩૮ ઉપરાંત લાભાર્થીઓએ લાભ લીધો

આયુષ્યમાનનો લાભ ઘર ઘર સુધી પહોંચે સમાજ સ્વસ્થ બને – તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ જાડેજા

ભુજ

ઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મેળા હેઠળ સમગ્ર ભારતમાં યોજાઈ રહેલા બ્લોક હેલ્થ મેળા પૈકી રાજયમાં પણ ચાલી રહેલા આરોગ્ય મેળા પૈકી કચ્છ જિલ્લાના માંડવી ખાતે યોજાયેલા માંડવી બ્લોક હેલ્થ મેળામાં ૫૩૮ ઉપરાંત લાભાર્થીઓએ આજરોજ માંડવી સરકારી હોસ્પિટલ ખાતે લાભ લીધો હતો. આ તકે તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, “”વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વસ્થ ભારત સ્વચ્છ ભારતને સાકાર કરવા દેશ અને રાજયમાં યોજાઇ રહેલા આરોગ્ય મેળાથી સ્વસ્થ સ્વાસ્થ્ય મેળવી જીવનમાં પ્રગતિ સુનિશ્ચિત કરીએ. સ્વસ્થ અને પ્રગતિશીલ સમાજના નિર્માણમાં સ્વસ્થતા મહત્વપૂર્ણ છે જેમાં પ્રજાજનો માટે યોજાતા આવા આરોગ્ય મેળા મહત્વપૂર્ણ છે. તાલુકા પંચાયત અને તાલુકા આરોગ્ય તંત્રના સંયુકત સહયોગથી આયુષ્યમાન કાર્ડનો લાભ ઘર ઘર સુધી પહોંચે અને સમાજ સ્વસ્થ બને તે માટેના તમામના પ્રયત્ન પ્રશંસનીય છે. જિલ્લા પંચાયત સભ્યશ્રી ગંગાબેન સેંધાણીએ જણાવ્યું હતું કે, કોરોનામાં આરોગ્ય વિભાગની કામગીરી પ્રશંસનીય  રહી છે. આ માટે સમગ્ર આરોગ્ય ટીમને અભિનંદન. માંડવી નગરપાલિકા પ્રમુખશ્રી હેતલબેન સોનેજીએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે લોકોની આરોગ્ય સુખાકારી માટે સરકાર દ્વારા યોજાતા આવા આરોગ્ય મેળા જનઆરોગ્ય માટે લાભપ્રદ છે. જેનો સૌએ વધુ લાભ લેવો જોઈએ. સ્વાગત પ્રવચનમાં માંડવી તાલુકા આરોગ્ય અધિકારીશ્રી કૈલાશપતિ પાસવાને જણાવ્યું હતું કે, નાગરિકોને વિનામૂલ્યે વિવિધ આરોગ્ય સેવાઓ મળી રહે અને લોકોનો આરોગ્ય ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવા સરકારના ઉદેશને આવા મેળાઓ થકી પણ સાર્થક કરાય છે. તેમણે નગરજનોને સરકાર દ્વારા પુરી પડાતી વિનામૂલ્યે આરોગ્ય સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.  આ મેળામાં એનસીબી સ્ક્રીનીંગ, આયુષ્યમાન કાર્ડ, ફૂડ સેફટી વિભાગ, આઈઈસી વિભાગ, સ્ત્રીરોગ નિષ્ણાંત, હોમિયોપેથિક વિભાગ, આયુર્વેદ વિભાગ, બાળરોગ નિષ્ણાંત, જનરલ ઓપીડી, ટેલિ કન્સલ્ટેશનના સ્ટોલમાં નાગરિકો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ મેળામાં અધયક્ષપદે તાલુકા પંચાયત પ્રમુખશ્રી નીલેશભાઇ મહેશ્વરી, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, માંડવીનગરપાલિકા પ્રમુખ હેતલબેન સોનેજી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી ગંગાબેન સેંધાણી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી ઝવેરબેન ચાવડા, માંડવી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલના શ્રી વૈષ્ણવ કે.જી., મહેબુબભાઇ ખલીફા-ગોધરા પી.એચ.સી. બાળરોગ નિષ્ણાંત પ્રણવ વૈષ્ણવ, સીવીલ આરએમઓશ્રી મીરાબેન ઝા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ગોહિલ, જિલ્લા સુપરવાઈઝરશ્રી રાજેશભાઇ યાદવ, જિલ્લા મેડીકલ ઈન્સ્યોરન ઓફીસરશ્રી ડો.અમીન અરોરા, તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરશ્રીઓ, આરબીએસકેના મેડીકલ ઓફીસરો, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, તમામ સુપરવાઈઝરભાઇઓ અને બહેનો, બ્લોક હેલ્થ ઓફિસર ફિમેલ વર્કરો, આશા બહેનો, જિલ્લા સુપરવાઈઝરશ્રી રાજેશભાઇ યાદવ, તાલુકા હેલ્થ ઓફિસર માંડવીનો સમગ્ર સ્ટાફ, સંકલિત બાળ વિકાસ યોજનાના સુપરવાઈઝર અને કર્મયોગીઓ, આંગણવાડીના બહેનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM