મોરબીના જલારામ મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જે સપ્તાહ દરમિયાન નારી શક્તિના સન્માન કરવામાં આવ્યા હતા

મોરબીના જલારામ મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જે સપ્તાહ દરમિયાન નારી શક્તિના સન્માન કરવામાં આવ્યા હતા જલારામ મંદિર મહીલા મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય લલીતભાઈ કગથરા, રઘુવંશી રાજકીય અગ્રણી જીતુભાઈ સોમાણી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, મોરબી નગર પાલીકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જીલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા નયનભાઈ અઘારા, રાજકીય અગ્રણી મહેશભાઈ રાજ્યગુરુ, મેસરીયા આપા જાલા જગ્યા ના મહંત શ્રી મગ્નીદાસ બાપુ, અયોધ્યાપુરી રામજી મંદિરના મહંત ભુષણજીબાપુ, શાસ્ત્રીજી મહારાજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ૧૫ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ બાળવિદુષી પ.પૂ. રત્નેશ્વરી દેવીજી ના વ્યાસાસને અનેરુ આયોજન કરવા મા આવ્યુ છે ત્યારે શ્રી કૃષ્ણજન્મોત્સવ નિમિતે માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ. શ્રી જલારામ મંદિર મહિલા મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મા માનવ મહેરામણ ઉમટી રહ્યુ છે ત્યારે તા.૨૯-૪-૨૦૨૨ શુક્રવાર રાત્રે ૯ કલાકે રામ નામ કે હીરે મોતી ફેઈમ શ્રી અશોકભાઈ ભાયાણીની ભજન સંધ્યા સ્વ.કનુભાઈ કેશવલાલ પંડિત પરિવાર ના સહયોગ થી યોજવા મા આવશે. તે કાર્યક્રમ દરેક ભક્તજનોને સમયસર સહપરિવાર પધારવા સંસ્થા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામા આવ્યુ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *