







તાજેતરમાં ગાંધીનગર જિલ્લા રબારી સમાજ ગોરસ મારફતે ટીંટોડા મુકામે, રબારી સમાજના કુલ 51 નવદંપતીઓનો પ્રથમ શાલીનતાપૂર્ણ સમૂહ-લગ્ન અને સન્માન-સમારંભ કાર્યક્રમ રાજયના માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સાર્થક રીતે યોજાઇ ગયો, જેમાં દૂધરેજધામના મહામંડલેશ્વર-મહંતશ્રી કણીરામબાપુ, વાળીનાથધામના મહંતશ્રી જયરામગીરીબાપુ, ટીંટોડાધામના લખીરામબાપુ, ઝાકધામના મહંતશ્રી ગણેશદાસબાપુ, દેત્રોજધામના મહંતશ્રી લખીરામબાપુ, ચવેલીધામના મહંતશ્રી બળદેવદાસબાપુ, પૂ. ભુવાશ્રીઓ તેમજ પહ્મશ્રી એવોર્ડ વિજેતાશ્રી માલજીભાઇ દેસાઇ, પૂર્વ સાંસદશ્રી સાગરભાઇ રાયકા, વર્તમાન ધારાસભ્યો પૈકીશ્રી રઘુભાઇ દેસાઇ – ધારાસભ્ય – રાધનપુર, શ્રી બળદેવજી ઠાકોર – ધારાસભ્ય – કલોલ, શ્રી શુંભુજી ઠાકોર – ધારાસભ્ય – ગાંધીનગર દક્ષિણ, શ્રી બલરાજસિંહ ચૌહાણ – ધારાસભ્ય – દહેગામ, શ્રી સી.જે. ચાવડા – ધારાસભ્ય – ગાંધીનગર ઉત્તર, પૂર્વ ધારાસભ્યશ્રી બાબુભાઇ દેસાઇ, અગ્રણી ડો. રાજુલબેન દેસાઇ, શ્રી દિનેશભાઇ દેસાઇ – બાસણા, શ્રી ભોળાભાઇ દેસાઇ – માંડવધાર સહિત સમાજના વિભિન્ન ક્ષેત્રના નામાંકિત વ્યકિત-વિશેષશ્રીઓ આ યજ્ઞરૂપી કાર્યક્રમમાં સહભાગી થયા હતા, જે પૈકી કેટલાકે સમાજ વિકાસ અર્થે પોતાના વિચારો અને અનુભવો વ્યકત કર્યા હતા. માનનીય મુખ્યમંત્રીશ્રીએ સમૂહલગ્નની જરૂરિયાત પર ભાર આપી, સમગ્ર કાર્યને બિરદાવેલ હતું. આ પ્રસંગે સમાજની પ્રતિભા અને દાતાઓશ્રીનું પણ સન્માન પણ કરવામા આવ્યું હતુ. આ તબક્કે ઉપસ્થિત બહોળી જનમેદની આવકારતા સમુહલગ્ન સમિતિના પ્રમુખશ્રી સહદેવભાઇ દેસાઇ (રાયસણ)એ સ્વાગત-પ્રવચન, સમુહલગ્ન સમિતિના કાર્યો અને ભાવિ કાર્યનીતિ વિશે ગોરસ-અગ્રણીશ્રી જીતુભાઇ રાયકા (વિશોળ)એ પ્રાસંગિક વકતવ્ય તેમજ સૌ પ્રત્યે આભારની લાગણી શ્રી કાનજીભાઇ દેસાઇ (ખોરજ)એ વ્યકત કરી હતી. કાર્યક્રમનું સફળ-સંચાલન પોતાની આગવી-અનોખી શૈલીમા ડો. ડી.બી. દેસાઇ – એડ્વોકેટ – ગુજરાત હાઇકોર્ટ – અમદાવાદ દ્રારા કરવામાં આવેલ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમાજલક્ષી કાર્યને હેતુલક્ષી અને સફળ બનાવવા માટે, સમુહલગ્ન સમિતિના તમામ સભ્યશ્રીઓ પૈકીશ્રી ભાવેશભાઇ દેસાઇ – રાંધેજા, શ્રી બળદેવભાઇ દેસાઇ – વરસોડા, શ્રી અમરતભાઇ દેસાઇ – મેરવાડા, શ્રી બળદેવભાઇ દેસાઇ – જિદ્રોડા, શ્રી રૂઘનાથભાઇ દેસાઇ – આલમપુર, શ્રી ભરતભાઇ દેસાઇ – હાલિસા, શ્રી રણછોડભાઇ દેસાઇ – છાલા, શ્રી મનુભાઇ દેસાઇ – માણસા, શ્રી મણીભાઇ દેસાઇ – આરસોડિયા, શ્રી જગદીશભાઇ દેસાઇ – દહેગામ, શ્રી નાગજીભાઇ દેસાઇ – શેરથા અને કારોબારી સમિતિ તેમજ સલાહકાર સમિતિના તમામ સદસ્યશ્રીઓ તેમજ આશરે 600થી વધુ સ્વયંસેવકોએ ખડે પગે રહીને, ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
