પરશુરામ જયંતિના દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ

નવસારીનાસાંસદઅનેભાજપાપ્રદેશઅધ્યક્ષશ્રીસી.આર. પાટીલ ની પણ વિશેષ ઉપસ્થિતિ

મદાવાદના નવા વાડજ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ ભગવાન પરશુરામની આરતી ઉતારી અને શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા. આ પ્રતિમા અનાવરણ પ્રસંગે મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજયકક્ષાના ઉદ્યોગમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા શહેરના મ્યુનિસિપલ કમિશનર શ્રી લોચન શહેરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ અને કોર્પોરેટરશ્રીઓ તથા બ્રહ્મ સમાજ સહિત અનેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM