

જામનગરના પશુઓમાં દેવાયેલા રોગ અંગે તાકિદે કાર્યવાહી જામનગરમાં ગાયોને ‘ ‘ લમ્પી ’ ’ રોગચાળા સામે રક્ષણ આપવા સરકાર દ્વારા રસીકરણ કાર્યક્રમ જામનગર પાંજરાપોળની ગાયોને અપાયો રસીનો ડોઝ જામનગર તા . ૧૨ઃ જામનગર શહેરના ગાય સહિતના પશુઓમાં દેખાયેલા લમ્પી વાયરસ સામે રાજય સરકાર તાકિદે સનતા દાખવવાની સાથે પશુઓના રસીકરણનો ઘનિષ્ઠ કાર્યક્રમમાં જામનગર શહેરમાં હાથ ધરવામાં આવ્યો છે , આ રસીકરણના ભાગરૂપે જામનગર પાંજરાપોળની પણ એક હજારથી વધુ ગાયોને રસી આપવાની કામગીરી પશુ ચિકિત્સક ડો . દિલીપભાઇ ધમસાણીયા અને તેની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે . પાંજરાપોળના પ્રમુખ નીફભાઈ બારદાનવાલા અને ખજાનચી મનસુખભાઇ પટેલની રાબરી હેઠળ લીમડા લાઇન સ્થિત પાંજરાપોળમાં ૬૦૦ જેટલી ગાયોને રસી આપવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે , આ પશુ રસીકરણ કામગીરીનું નિરીક્ષણ પાંજરાપોળના માનદમંત્રી વિજયભાઈ પાલા , ટ્રસ્ટી જીતુભાઈ લાલ , પ્રદેશનભાઈ પટેલ , સદસ્ય ગિરીશભાઈ ગણાત્રા વગેરેએ કર્યું હતું . જામનગર પાંજરાપોળના લાલપુર તાલુકાના ખડબા કેન્દ્ર ખાતે રહેલી ૪૫૦ જેટલી ગાયોને પણ લમ્પી રોગચાળા સામે રક્ષણ આપવા રસી મુકવાની કામગીરી હવે પછી હાથ ધરવામાં આવરો , જામનગર પાંજરાપોળના ટ્રસ્ટી જીતુભાઈ લાલે શહેરના ત ગાયોને સરકાર દ્વારા વિનામુલ્યે ચાલતા રસીકરણ કાર્યક્રમનો લાભ લેવા અને લમ્પી વાયરસ સામે સુરક્ષા વચપ રસી મુકાવવા માટે દરેક પશુમાલીકોને અનુરોધ કરવામાં આવ્યો છે .
