
૬૦ હજાર થી વધુ લોકો એ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો… અનેક સેવાકીય કાર્યો સાથે ૧૯૯ પાટોત્સવ નું સમાપ્ન
ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલી રહેલ ૧૯૯મો શ્રી નરનારાયણ દેવ અને શ્રી ઘનશ્યામ મહારાજ નો 80 મો પાટોત્સવ ના વિરામ દિવસે આજરોજ વહેલી સવાર થી જ કચ્છ ના જુદા જુદા ગામડાઓ એથી પગે ચાલી ને રસ્તા પર ચાલતાં નજરે પડ્યા હતા… બસ મન માં એક દ્રઢ નિશ્ચય લઈ ને આગળ ધપતા હતા કે શ્રી નરનારાયણ દેવ તથા બિરાજમાન બધા દેવોના અભિષેક ના દર્શન થાય તો જીવન ધન્ય બની જાય.. એ સંકલ્પ સાથે હજારો ની સંખ્યા માં હરિભકતો ભુજ મંદિર પહોંચ્યા હતા, શાસ્ત્રોક વિધિ બાદ કાળુપુર મંદિર ના ગાદીપતી ધ. ધુ. આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ સાથે પુજારી સંતો ના વરદહસ્તે શ્રી નરનારાયણદેવ , શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ દેવો ને અનેક પ્રકાર ના સુગંધિત ઝલ, દૂધ, માખણ, મીસરી દૂધ વિગેરે તુલસી તેમજ ગુલાબ સાથે અનેક નદીઓ ના ઝલ સાથે અભિષેક કરવામાં આવ્યો હતો અવનવી વાનગીઓ સાથે દેવો ની સન્મુખ અન્નકુટ ગોઠવવામાં આવ્યો હતો સુવર્ણ અલંકારો અને વસ્ત્રો થી સજ્જ દેવો ના દર્શને હજારો ની સંખ્યા માં લોકો ઉમટી પડ્યા હતા. બંને ટાઇમ ભોજન પ્રસાદ ની સરસ વ્યવસ્થા સાથે આ મહોત્સવ માં ૬૦ હજાર થી પણ વધારે લોકો એ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો આ અંગે માહિતી આપતાં ભંડારી કોઠારી દિવ્ય સ્વરૂપ સ્વામી જણાવ્યું હતું કે શ્રી પરષોત્તમ સ્વરૂપ સ્વામી ની સતત દેખરેખ દરરોજ અલગ અલગ મેનુ તૈયાર કરવામાં આવતું હતું. આ મહોત્સવના ઉપલક્ષમાં શ્રીમદ્ નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત શ્રી હરિસ્મૃતિ પંચાહ પારાયણનું દિવ્ય આયોજન કરવામાં આવેલ જેના વક્તા પદે કથાકાર શા.સ્વામી નારાયણમુનિદાસજી , પુ . સ્વામી પરબ્રહ્મજીવનદાસજી , શા . સ્વામી સુખનંદનદાસજી શા . સ્વામી હરિકૃષ્ણદાસજી વ્યાસાસને બિરાજી સુમધુર સંગીતના સથવારે કથામૃત રસપાન કરાવેલ, વિશેષ માહિતી આપતાં ભુજ મંદિર ના કોઠારી શ્રી.દેવપ્રકાશદાસજી એ જણાવ્યું હતું કે આ મહોત્સવ ના મુખ્ય યજમાન તરીકે
મનજીભાઈ વિશ્રામ વરસાણી , સુપુત્ર નારણભાઈ , ધનજીભાઈ , કાન્તીભાઈ આદિક સમગ્ર પરિવારે ( હાલ સિડની ) ઉપસ્થિત રહ્યા હતા આ મહોત્સવ દરમ્યાન દાતા પરિવારો તરફથી ૬ સુવર્ણ મુગટો, સાડા છ કિલો સોનાનું છત્ર, ચાર ડાયાલિસિસ મશીનો વિગેરે અર્પણ કરાયા હતા, તો બીજી તરફ આવનારા 200 વર્ષ ના ઉત્સવ માં પણ સેવા ભાવી ભકતો એ રાધાકૃષ્ણ દેવ ના સોનાના વાઘા તેમજ ત્રણ છત્ર ની સેવા ઉપસ્થિત યજમાનો તરફથી જાહેરાત કરવામાં આવેલ આ પ્રસંગે આશીર્વચન પાઠવતાં આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજે કરછી માડું ના મજબૂત સંત્સગ ની સરાહના કરી હતી અને આવનારા ૨૦૦ વર્ષ ના ઉત્સવ અમુલ્ય અવસર બની રહે તેવા ભાવથી દરેક સંતો અને હરીભકતો કામે લાગી જવું જોઈએ. ભુજ મંદિરના મહંત શ્રી ધર્મનંદનદાસજી એ કચ્છ નો સંત્સગ આજ પણ એક તાંતણે બંધાયેલો છે. તેનું અમને ગર્વ છે. આ મહોત્સ્વ દરમ્યાન ભુજમંદિરના સ.ગુ.મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી , સ.ગુ.ઉપમહંત પુરાણી સ્વામી ભગવદ્જીવનદાસજી, સ.ગુ.પાર્ષદવર્ય કોઠારી જાદવજી ભગત, સ.ગુ.પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજી, સ.ગુ. વયોવૃધ્ધ સ્વામી સનાતનદાસજી , સ.ગુ. સ્વામીઓમાં શ્રી.પ્રભુચરણદાસજી , શ્રી. નિરન્નમુક્તદાસજી , શ્રી. કૃષ્ણપ્રસાદદાસજી , શ્રી.જગતપાવનદાસજી , , શ્રી. સ્વયંપ્રકાશદાસજી , શ્રીહરિદાસજી , શ્રી. બાલકૃષ્ણદાસજી , શ્રી. દેવકૃષ્ણદાસજી ,શ્રી રામસ્વરૂપદાસજી , શ્રી.હરિબળદાસજી , શ્રી. વિશ્વપ્રકાશદાસજી , શ્રી. કેશવજીવનદાસજી , શ્રી. શાન્તીપ્રિયદાસજી , શ્રી. જગજીવનદાસજી , ઉપકોઠારી શાસ્ત્રી સ્વામી શ્રી. દેવસ્વરૂપદાસજી આદી સંતમંડળ તથા મહિલા મંદિરના મહંત સાં.યો. સામબાઈ ફઈ આદિ કચ્છના સમસ્ત સાં.યો. બહેનો , મુખ્ય કોઠારી પ.ભ. શ્રી મુરજીભાઈ કરસન શીયાણી , ઉપકોઠારી પ.ભ. શ્રી જાદવજી વિશ્રામ ગોરસીયા તથા સલાહકાર પ.ભ. શ્રી રામજીભાઈ દેવજી વેકરીયા, પ.ભ.શ્રી કાનજીભાઈ મેપાણી, પ.ભ.શ્રી હીરજીભાઈ રવજી વેકરીયા, પ.ભ.શ્રી નારણભાઈ રતનાભાઈ કેરાઇ, પ.ભ.શ્રી દેવશીભાઈ હિરાણી તથા પ.ભ.શ્રી વાઘજીભાઈ પટેલ ટ્રસ્ટીમંડળ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવ પ્રસંગે સભા સંચાલન નો દોર સ્વામી શ્રી શુકદેવસ્વરૂપદાસજી અને સ્વામી શ્રી કૃષ્ણસ્વરૂપદાસજી તથા ઉત્સવ નું સેવાકાર્ય સ્વામી શ્રી ઉત્તમપ્રિયદાસજી, શ્રી હરીસ્વરૂપદાસજી વિગેરે સમગ્ર સંતો એ દરેક વ્યવસ્થાઓમાં સહભાગી થઈ ૧૯૯ ના ઉત્સવ ને પર્વ માં પલટાવી આવતાં વર્ષે ૨૦૦ વર્ષ ના આગમન તરફ ના કાર્ય ને વધારવાના સંકલ્પ સાથે વિરામ આપવામાં આવ્યો હતો
