મોરબી : અરવિંદભાઈ બારૈયા ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા

મોરબીના ગણેશ મંડપ સર્વિસવાળા અરવિંદભાઈ બારૈયાનો આજે જન્મદિવસ છે ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના વતની અને હાલ મોરબી સ્થાયી થયેલા અરવિંદભાઈ બારૈયાનો જન્મ તા. ૨૫-૦૫-૧૯૭૯ ના રોજ થયો હોય જેઓ આજે જીવનના ૪૩ વર્ષ પૂર્ણ કરી ૪૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે અરવિંદભાઈ વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે જેમાં તેઓ શ્રી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ ટંકારાના અધ્યક્ષ, કડવા પાટીદાર બારૈયા પરિવાર ટ્રસ્ટ કોઠારિયા (નેકનામ) ના પ્રમુખ, શ્રી ઉમિયા પરિવાર મેરેજ બ્યુરો મોરબીના પ્રમુખ, શ્રી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ મોરબીના ટ્રસ્ટી, લાઈફ મિશન ટ્રસ્ટ મોરબીના ટ્રસ્ટી, શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ મોરબીના મેમ્બર તેમજ શ્રી સિદ્ધિ વિનાયક કા રાજા ગણપતિ ઉત્સવ સમિતિ મોરબીના આયોજક અને શ્રી સિદ્ધિ વિનાયક કા રાજા ગણપતિ ઉત્સવ સમિતિ ટંકારાના આયોજક તરીકે કાર્યરત છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે પરિવાર, મિત્રો, આગેવાનો અને કમલમ દૈનિક પરિવાર જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *