અરવલ્લીના સ્વ. ડો.અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાનો બીજેપીમાં મંગલ પ્રવેશ

રવલ્લી જિલ્લાની રાજનીતિમાં સૌથી મોટો ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા પચ્ચીસ વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા સ્વ. અનિલ જોષીયારાનો પરિવાર આજે ભાજપમાં જોડયાઇ જતાં કોંગ્રેસમાં સોપો પડી ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. છેલ્લા કેટલાય સમયથી અનીલ જોષીયારા ભાજપમાં જોડાવાની વાતો ચાલતી હતો ત્યારે આખરે તમામ અટકળોનો અંત આવી ગયો અને પાંચસો કાર્યકરો સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કેવલ જોષીયારાને આવકાર્યો હતો . ભિલોડાની આર.જી.બારોટ કોલેજ કેમ્પસ ખાતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો , આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા . વિધાનસભાની ચૂંટણી પહેલા ભિલોડાની બેઠકના કોંગ્રેસના સ્વ . પીઢ નેતા ડો.અનીલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાને ભાજપમાં આવકારવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પંદસો જેટલા કાર્યકરો ભાજપમાં જોડયા હતા.તેમજ કોંગ્રેસ ના અગ્રણી અને પૂર્વ જિલ્લા સદસ્ય લાલજીભાઈ બોડાત, પૂર્વ તાલુકા પંચાયત અધક્સ અમૃતભાઈ પટેલ, ચિંતન જોષી તેમજ મોટી સંખ્યામાં સરપંચો જોડાયા .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *