અરવલ્લી જિલ્લાના હિન્દૂ યુવા વાહીની પ્રચારક હર્ષુ પંડયા નું સુરત ખાતે સન્માન કરવા માં આવ્યું

રીપોર્ટ. ધાર્મિક ભટ્ટ અરવલ્લી

રવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના વતની એવા હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશ પ્રચારક અને અરવલ્લી જિલ્લા અધ્યક્ષ હર્ષુ પંડ્યાનું સુરત ની અગ્રણી સેવાભાવી સંસ્થા જલપરી ગ્રુપ તેમજ હિન્દુ યુવા વાહિની સુરત દ્વારા વરાછા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સેવા રત્ન એવોર્ડ તેમજ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. ગુજરાત ભરના યુવાનોમાં એક અલગ ઓળખ મેળવનારા, યુવા આગેવાન હર્ષુ પંડ્યા દ્વારા સમગ્ર ગુજરાતભર માં યુવા જાગૃતતા અભિયાન, હિન્દુ સમાજ એકતા, યુવા યોગ સાથે જોડો અભિયાન, સામાજિક સમરસતા અભિયાન, બ્લડ ડોનેશન કેમ્પ, રાશન કીટ વિતરણ તેમજ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. કોરોના ના કપરા કાળમાં લોકો વેક્સિનેશન પ્રત્યે જાગૃત થાય તે માટે તેઓ દ્વારા એક લીટર તેલ આપવાનો પણ નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો તેમજ સરહદી જિલ્લાઓ માં યુવા ટીમ ના માધ્યમથી જરૂરતમંદોને પાંચ હજારથી વધુ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારત ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના માર્ગદર્શન હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અરવલ્લી, મહીસાગર, પંચમહાલ છોટાઉદેપુર,વાપી, તાપી, સુરત ગ્રામ્ય, ડાંગ તેમજ મધ્યપ્રદેશના અલીરાજપુર ભાબરા, જાબુઆ, ઉજ્જૈન ખાતે વિવિધ સામાજિક કાર્યક્રમો ના માધ્યમથી “એક ભારત શ્રેષ્ઠ ભારત” અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે તેમજ યુવાનો વધુમાં વધુ પોતાની રુચિ પ્રમાણે ફરજિયાત શિક્ષણ મેળવે તેમજ આત્મનિર્ભર અભિયાન અંતર્ગત રોજગારી મેળવે એ માટેના જાગૃતતા ના કાર્યક્રમો ચલાવવામાં આવે છે.. આ શુભ પ્રસંગે હર્ષુ પંડ્યાએ જણાવ્યું હતું આ સન્માન ગુજરાત ના યુવાનો નું છે, આજનો યુવાન માત્ર પોતાના ઘર પરિવાર નું નહિ પરંતુ રાષ્ટ્ર નું વિચારનારો યુવાન છે. એક ભારત શ્રેષ્ટ ભારત ના સંકલ્પ સાથે આગામી દિવસોમાં ભારતના શહીદો ને, રાષ્ટ્રરત્નો ના જીવન સંઘર્ષ થી પરિચિત બને એ માટે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં મહાપુરુષોની પ્રતિમાઓનું વિવિધ સમાજનાઅગ્રણીઓ, પદાધિકારીઓ દ્વારા વિમોચન કરવામાં આવશે.. આ પ્રસંગે વરાછાના કોર્પોરેટરશ્રી, હિન્દૂ યુવા વાહીની પ્રમુખ વિકાસ આહીર, ઉપપ્રમુખ લલિત ડોંડા, રાહુલ ભરવાડ, ભરત ભરવાડ તેમજ અન્ય પદાધિકારીઓ, વિવિધ સેવાભાવી સંસ્થા ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM