પાટીદાર રત્ન એવોર્ડ – ૨૦૨૨ થી ડૉ ગુલાબચંદ પટેલ સન્માનિત

ન્યૂઝ ઑન લાઈન ગ્રુપ ના નમસ્કાર ગુજરાત દૈનિક ના આઠમા વર્ષ ના મંગલ પ્રવેશ નિમિતે AGCMA – ૨૦૨૨ દ્વારા આયોજિત “પાટીદાર રત્ન” સમ્માન સમારોહ – ૨૦૨૨ તારીખ ૨૧ મે ૨૦૨૨ ના રોજ સાંજે ૭ વાગ્યે સ્વામિ નારાયણ ગુરુકુળ હાથીજણ અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્વામી નારાયણ મહંત અને ગૌ શાળા દેકાવાડા ના મહંત, અને પાટીદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા  આ કાર્યક્રમ માં ગાંધીનગર ના હિન્દી ગુજરાતી કવિ લેખક અને અનુવાદક, સામાજિક કાર્યકર, પ્રમુખ ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરીટ્રે બલ ટ્રસ્ટ ગાંધીનગર ના ડૉ ગુલાબચંદ પટેલ ને સાહિત્ય ક્ષેત્રે મેળવેલ સિધ્ધિઓ હેતુ “પાટીદાર રત્ન એવોર્ડ – ૨૦૨૨ ન્યૂઝ ઑન લાઈન ના તંત્રી ડૉ કલ્પેશ ભાઇ પટેલ દ્વારા એનાયત કરવામાં આવ્યો છે.  આ કાર્યક્રમ માં કુલ મળીને ૧૮૦ જેટલા અવૉર્ડ વિભિન્ન ક્ષેત્રે વિશિષ્ટ લાયકાત ધરાવતા લોકો ને આ અવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.  આ કાર્યક્રમ માં ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરીટ્રે બલ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ મહેન્દ્ર ભાઇ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને ડૉ ગુલાબચંદ પટેલ ને અભિનંદન પાઠવ્યા હતા. ડૉ ગુલાબચંદ પટેલ ને સાહિત્ય ક્ષેત્રે ૪૦૦ થી વધુ અને સામાજિક કાર્યકર તરીકે એકસો થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન પ્રાપ્ત થયા છે. આ કાર્યક્રમ માં સુરત ની કુમારી કેસર દ્વારા સુંદર ગીત રજૂ કરવામાં આવ્યું હતું   ડૉ ગુલાબચંદ પટેલ ને ખંભોળજ સાહિત્ય સંસ્થા ના અધ્યક્ષ શ્રી શૈલેષ વાણિયા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *