ઉનાના દેલવાડાના યુવાનને અભદ્ર મેસેજ કરી બ્લેકમેલ કરતા ફરિયાદ

નાના દેલવાડા ગામે રહેતો યુવાનના મોબાઇલમાં અલગ અલગ અજાણ્ય નંબરથી મેસેજ કરી પૈસા પડાવી હેરાન કરતો હોય અને વોટ્સએપમાં ખરાબ મેસેજ કરી બ્લેક મેઇલ કરતો હોય આમ યુવાનને તેના પરીવાર અને મિત્રોને હેરાન પરેશાન કરતો હોય આ બાબતે તાત્કાલીક તપાસ કરી કાર્યવાહી કરવા પોલીસમાં અરજી કરી હતી. દેલવાડાના શ્યામનગર વિસ્તારમાં રહેતો રાજેન્દ્રભાઇ પ્રદિપભાઇ બાંભણીયાને પોતાના મોબાઇલ ફોનમાં છેલ્લા ચારેક માસ પહેલા એક લોનના સંદર્ભે અભદ્ર મેસેજ આવેલ અને આ મેસેજ ઓપરેટ થઇ ગયેલ હોય જેથી મોબાઇલની તમામ ડિટેઇલ્સ અજાણ્યા શખ્સ મેળવી લીધેલ ત્યાર બાદ રાજેન્દ્રભાઇને ફોન કરી પૈસાની માંગણી કરતો હોય આમ છેલ્લા ત્રણ માસથી જુદા જુદા એંગલથી પૈસા ડેબિટ કરી હેરાન પરેશાન કરતો હોય અને છેલ્લા ત્રણ દિવસથી આ ડિટેઇલ્સના માધ્યમથી તેમના પરીવારને તેમજ મિત્રોના મોબાઇલ વોટ્સએપમાં અલગ અલગ નંબર પરથી અભદ્ર મેસેજ કરી બ્લેક મેઇલ કરી પરેશાન કરતો હોય આથી સાયબર યુનિટ વિભાગ દ્વારા આ અજાણ્યા નંબરના વ્યક્તિ પર યોગ્ય કાર્યવાહી કરી પોતાના પરીવારજનોને તેમજ મિત્રોને આવી હેરાનગતિથી મુક્તી મેળવવાની માંગ સાથે રાજેન્દ્રભાઇ પ્રદિપભાઇ બાંભણીયાએ ઉના પોલીસમાં લેખિત રજુઆત કરી તપાસ કરી કાર્યવાહી કરવા માંગ કરેલ છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM