
કોવિડ-૧૯ મહામારીમાં લોકડાઉનથી લઈ આજદિન સુધી અંધજન મંડળ, વિસનગરના વિશિષ્ટ શિક્ષક કાદરભાઈ મનસુરીએ કુલ ૧૬૧૩ ઓનલાઇન પ્રમાણપત્ર હાંસલ કરી એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં ભારતનું સંવિધાન, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦, શિક્ષણ, ભાષાશિક્ષણ, યોગશિક્ષણ, મહિલા સશક્તિકરણ, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીયદિન, પ્રકૃતિપ્રેમ, પ્રવાસ-પર્યટન, શ્રી રામ જન્મભૂમિ-અયોધ્યા, કૃષિ, ગ્રાહક જનજાગૃતિ, ટીએલએમ નિર્માણ, કવિ સંમેલન, વ્યક્તિવિશેષ દિન અને સામાન્ય જ્ઞાનને લગતાં પ્રમાણપત્ર : ૧૪૦૯, વિકલાંગતા કાનુન-૨૦૧૬ મુજબ ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતાં બાળકોના વિશેષ શિક્ષણ અને સામાજિક જીવનમાં ખુબ જ ઉપયોગી આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીયકક્ષાના વેબિનારનાં પ્રમાણપત્ર :૧૦૭, ભક્તિમાધુર્ય-પર્વોત્સવ, શ્રીમદ્ ભગવદ્ ગીતા, વીરપુરુષ-સંતસાહિત્ય, નિસર્ગસાહિત્યનાં પ્રશંસા પ્રમાણપત્ર : ૭૬ તથા કોવિડ-૧૯ અને વેક્સિનેશન જનજાગૃતિનાં ૨૧ મળી કુલ ૧૬૧૩ ઓનલાઇન પ્રમાણપત્રો હાંસલ કરી કાદરભાઈ મનસુરીએ એક નૂતન કિર્તીમાન સ્થાપિત કર્યો છે. જેને ગુજરાતના મુખ્યમંત્રી માન. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અભિનંદનપત્રથી બિરદાવી વિશિષ્ટ શિક્ષક કાદરભાઈ મનસુરીને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.
