
રીપોર્ટ. ધાર્મિક ભટ્ટ અરવલ્લી
શિક્ષણની સાથે સાથે સરકારશ્રી દ્વારા આયોજીત સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ માં અગ્રેસર રહેતી અરવલ્લી જિલ્લાની મોડાસા નગરની શ્રી સી.જી.બુટાલા સેકંડરી અને શ્રી બી.વી.બુટાલા હાયર સેકંડરી સર્વોદય હાઈસ્કૂલ ના ખેલાડીઓએ ચાલુ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મણીનગર ટેનિસ એકેડમી અમદાવાદ મુકામે 23 થી 25 મે 2022 દરમ્યાન આયોજીત થયેલ ૧૧મા ખેલમહાકુંભ ૨૦૨૧/૨૨ રાજ્યકક્ષા સોફ્ટ ટેનિસ અંડર ૧૭ ભાઈઓ ટીમ ઇવેન્ટ માં ખીલવાણીભાવેશ અને શિવ બરંડા એ અરવલ્લી જલ્લા વતી પ્રતિનિધિત્વ કરી રાજ્ય કક્ષામાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવી રમતગમત ક્ષેત્રે શાળાને આગવી ઓળખ અપાવી ગૌરવવંત બનાવી છે.રમતગમત ક્ષેત્રે શાળાને ગૌરવવંત સિદ્ધિઓ અપાવવા બદલ મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી બિપીનભાઈ આર.શાહ , પ્રભારી માનદમંત્રીશ્રી કિરીટભાઈ કે.શાહ પ્રભારી માનદમંત્રી શ્રી પિયુષભાઈ જે. પટેલ અને પ્રિન્સીપાલ ડૉ આર.સી.મહેતા એ આવનાર દિવસોમાં નવી ઊંચાઈઓ સર કરી જીલ્લા નું અને શાળાનું નામ અગ્રેસર કરે તેવી શુભેચ્છાઓ આપી તેઓના માર્ગદર્શક શ્રી કે.એ.જોષી ,શ્રી વિનુભાઈ પટેલ સ્પોર્ટ્સ ટ્રેઇનર શ્રી ડૉ .અમિતકુમાર ઉપાધ્યાય અને શ્રી રવીન્દ્ર પુવાર ને અભિનંદન આપ્યા હતા.
