





કમલમ દૈનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ બ્યુરો મહેશ ડી સિંધવ
મોરબી જિલ્લામાં નવનિયુક્ત ૧૧૫ બહેનોને નિમણુંક પત્ર એનાયત કરાયા
મોરબી જિલ્લા પ્રભારીમંત્રીશ્રી તેમજ પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રીશ્રી દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતીમાં ૧૧૫ આંગણવાડી કાર્યકર-તેડાગરના નિમણુંકપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો.
ગુજરાત રોજગારીના સર્જનમાં અગ્રેસર છે ત્યારે મોરબી જિલ્લાના ૩૯ તેડાગર તેમજ ૭૬ આંગણવાડી કાર્યકર બહેનોને નિમણુંક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ મોરબી જિલ્લા પ્રભારીમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે કાર્યક્રમ અધ્યક્ષશ્રી દેવાભાઇ માલમે જણાવ્યું હતું કે, નાના બાળકો, કિશોરીઓ તેમજ ધાત્રીમાતાઓની સારસંભાળ રાખનાર આ બહેનો પાયાના પથ્થર સમાન છે. મોરબી જિલ્લામાં કુલ ૭૬૧ આંગણવાડી છે. ત્યાં જ્યારે આવા યોગ્ય લાયકાત ધરવતા ઉમેદવારોની નિમણુંક થાય ત્યારે કાર્યક્ષમતા વધી જાય છે.
આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન આપતાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઇ શિહોરાએ નવનિયુક્ત બહેનોને શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે, બાળકોના પોષણમાં કચાશ ન રહે તેની કાળજી રાખી આ આંગણવાડીની બહેનો બળકોનું જતન કરી ભાવિના ઉમદા નાગરિકોનું સર્જંન કરે છે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઉમેદવાર બહેનોને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન પ્રોગ્રામ ઓફિસરશ્રીએ કોમલબેન ઠાકરે કર્યુ હતું, જ્યારે આભારવિધી સીડીપીઓશ્રી મયુરીબેન ઉપાધ્યાયે કરી હતી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દુર્લભજીભાઇ દેથરિયા, કલેક્ટરશ્રી જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.જે.ભગદેવ, નાયબ જિલ્લાવિકાસ અધિકારીશ્રી ઇલાબેન ગોહિલ, જિલ્લા પંચાયત કારોબારી સમિતીના ચેરમેનશ્રી જયંતિભાઇ પડસુંબિયા, અગ્રણી સર્વશ્રી જિગ્નેશભાઇ કૈલા, અરવિંદભાઇ વાંસદડીયા, સરોજબેન ડાંગરેચા, રમાબેન, બકુલબેન પઢિયાર, પદાધિકારીશ્રી-અધિકારીશ્રીઓ તેમજ નિમણુંક પત્ર લેવા ઉમેદવાર બહેનો અને તેમના પરિવારજનો હાજર રહ્યા હતા.
