




રિપોર્ટ રાકેશ ક્ષત્રિય અમદાવાદ
અમદાવાદ શહેરમાં આવેલા વસ્ત્રાલ વિસ્તાર કામધેનુ મૈદાન ખાતે યોજાયેલા પરપ્રાંતીય મહાસંમેલન માં ભોજપુરી ના પ્રખ્યાત ગાયક કલાકર તેમજ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનોજ તિવારી અને ભોજપુરી કલાકાર દિનેશલાલ યાદવ ( નીરહુઆ) ના ભોજપુરી ગીતો પર દર્શકો ઝૂમી ઉઠ્યા હતા. આ કાર્યક્રમ માં મનોજ તિવારી, દિનેશ લાલ યાદવ ની સાથે સાથે ભોજપુરી ગાયક અનિલ યાદવ ( માટી કે લાલ) અલકા ઝા, આરાધ્યા શર્મા જેવા ગાયકો પોતાની ગાયકી થી રમઝટ બોલાવી હતી.આ મહાસંમેલન માં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય C.R Patil, ગુજરાત ના પૂર્વ ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, બાપુનગર ના વિધાયક શ્રી હિમ્મતસિંહ પટેલ, પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, અમરાઇવાડીના વિધાયક શ્રી જગદીશ ભાઈ પટેલ, ઉત્તર પ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અરિદમન સિંહ ભદાવાર, ઉત્તર પ્રદેશના વિધાયક સુરેશ પાસી, અમદાવાદ ના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, કાઉન્સિલર શ્રી દિનેશ ભાઈ કુશવાહ, શ્રીમતી મીરાબેન રાજપૂત, પ્રતિભા બેન દુબે, સ્કૂલ બોર્ડના પૂર્વ ચેરમેનશ્રી ધીરેન્દ્ર સિંહ તોમર, મહેશસિંહ કુશવાહ, ઉદયવીર સિંહ ભદોરીયા અન્ય પરપ્રાંતીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એક બાજુ જ્યાં રંગારંગ કાર્યક્રમ નું આયોજન હતું ત્યાં બીજી બાજુ બ્લડ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ માટે ૭૦૦૦ ચોપડા નું વિતરણ પણ કરવામાં આવ્યું. પરપ્રાંતીય મહાસંમેલનના આયોજક શ્રી તેજેન્દ્ર રામપ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું કે મહાસંમેલન નું મુખ્ય હેતુ ગુજરાત માં નિવાસ કરનાર તમામ પરપ્રાંતિઓને નાત-જાત,ધર્મ-સંપ્રદાય, જોયા વગર એક મંચ પર લઈ આવવું અને એમાં અમને સફળતા પણ મણી છે, અમે પરપ્રાંતીય સમુદાય ના જરૂરિયાત ને ધ્યાનમાં રાખી માનનીય સી.આર.પાટિલ સાહેબ તેમજ માનનીય સાંસદ શ્રી મનોજ તિવારી પાસે ઉત્તર પ્રદેશ અને બિહાર માટે વધુ ટ્રેનો ની માંગણી પણ કર્યું છે.બન્ને નેતાઓએ અમારી માંગણી રેલવે મંત્રી સુધી પહોંચાડવાની ખાતરી આપ્યું છે. આ કાર્યક્રમ માં હાજારો ની સંખ્યામાં પરપ્રાંતિઓ પોતાની હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યું છે. હું તેજેન્દ્ર રામપ્રતાપસિંહ ચૌહાણ કમલમ ના માધ્યમ થી પરપ્રાંતીય મહાસંમેલન ને સફળ બનાવવા બદલ તમામ પરપ્રાંતીય આગેવાનો તેમજ કાર્યકર્તાઓ નું હૃદય થી આભાર વ્યક્ત કરું છું. અને ગુજરાતમાં નિવાસ કરનાર તમામ પરપ્રાંતિઓનું પરપ્રાંતીય મહાસભા માં જોડાવા માટે સ્વાગત કરું છું, આ કોઈ સંગઠન નથી આ એક સયુંકત પરિવાર છે અને બધા પરપ્રાંતિઓ આના સદસ્ય છે.
