નવસારી-વિજલપોર નગરપાલિકા સંચાલિત રૂ.૨૪૬.૫૧ લાખના ખર્ચે તૈયાર થયેલા મહાત્મા ગાંધી જીમ્નેશીયમનું લોકાર્પણ કરતાં નવસારી ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇ

નવસારી-કાલિયાવાડી ખાતે રૂ.૧૭.૭૧ લાખના ખર્ચે પંચાયત ઘર તલાટી મંત્રી આવાસ લોકાર્પણ કરાયું

વસારી-વિજલપોર નગરપાલિકા હસ્તકના સ્ટેશન પાસે આવેલ શોપિંગ કોમ્પલેક્ષ ખાતે મહાત્મા ગાંધી જીમ્નેશીયમ તેમજ કાલિયાવાડી, નવસારી ખાતે પંચાયત ઘરનું લોકાર્પણ કાર્યક્રમ નવસારીના ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

                આ પ્રસંગે નવસારી ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, નવસારી-વિજલપોર નગરપાલિકા સંચાલિત રૂ.૨૪૬.૫૧ લાખના ખર્ચે તૈયાર થયેલ મહાત્મા ગાંધી જીમ્નેશીયમ પ્રજાજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ અદ્યતન જીમ્નેશીયમમાં કસરત માટે રૂ.૬૦ લાખના સાધનો ખરીદી કરવામાં આવ્યાં છે. આ જીમ્નેશીયમ બાળકો-યુવાનો-મહિલાઓ તેમજ ઉમરવાળા વ્યકિતઓને કસરત કરી પોતાના શરીરનું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી બનશે. શરીર તંદુરસ્ત બનશે સાથે આયુષ્યમાં પણ વધારો થશે. નવસારીના શહેરીજનોના શારિરીક સુખાકારી માટે આ જીમ્નેશીયમ ખૂબ જ ઉપયોગી બનશે.

                ધારાસભ્યશ્રીએ કાલિયાવાડી, નવસારી ખાતે રૂ.૧૭.૭૧ લાખના ખર્ચે તૈયાર થયેલા પંચાયત ઘર કમ તલાટી મંત્રી આવાસ યોજના લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે,  નવસારી નગરપાલિકા વિસ્તારમાં વિજલપોર નગરપાલિકા તથા આજુબાજુના ૦૮ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ૦૮ ગામો પૈકી કાલિયાવાડી ગ્રામ પંચાયતનો નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામગીરીથી કાલિયાવાડી વિસ્તારના લોકોને વિવિધ સુવિધાઓ ઘરઆંગણે ઉપલબ્ધ થશે. રાજય સરકાર દ્વારા નગરપાલિકાના વિસ્તારોમાં ડ્રેનેજ, રસ્તા, વીજળી જેવી સુવિધાઓ પ્રજાજનોને પૂરી પાડવામાં આવી રહી છે.

                આ પ્રસંગે નવસારી-વિજલપોર નગરપાલિકાના વહીવટદાર શ્રી તૃષાર જાની, ચીફ ઓફિસર શ્રી દશરથસિંહ ગોહિલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહયાં હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM