ભાજપાએ હંમેશા સંગઠન થકી સેવા ને પ્રાધાન્ય આપ્યું છે, દરેક કુદરતી આફત અને મુશ્કેલ સમયમાં ભાજપના કાર્યકર્તાઓ નાગરીકોની વચ્ચે જઈને મદદરૂપ બન્યા છે. -શ્રી સી.આર.પાટીલ

વિધાનસભાની આઠ બેઠકોની આગામી પેટાચૂંટણી અન્વયે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં ડાંગ, કપરાડા, કરજણ, અબડાસા અને મોરબી બેઠકના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજાઇ.

પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, વિધાનસભાની આઠ બેઠકોની આગામી પેટાચૂંટણી અન્વયે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં ડાંગ, કપરાડા, કરજણ, અબડાસા અને મોરબી બેઠકના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજાઇ.

         આ વર્ચ્યુઅલ બેઠકમાં પ્રદેશ મહામંત્રીશ્રીઓ ભરતસિંહ પરમાર, શ્રી કે.સી.પટેલ, શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ તથા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ ગણપતભાઈ વસાવા, શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી પ્રદિપસિંહ જાડેજા, શ્રી સૌરભભાઇ પટેલ અને શ્રી ઈશ્વરસિંહ પટેલ તથા આ પેટાચુંટણીના પ્રદેશ ઇન્ચાર્જશ્રીઓ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ અને પૂર્વ મંત્રીશ્રી શંકરભાઈ ચૌધરી તેમજ વિધાનસભાના ઇન્ચાર્જશ્રીઓ શ્રી આઇ. કે. જાડેજા અને શ્રી પૂર્ણેશભાઈ મોદી હાજર રહ્યા હતા.

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે ડાંગ, કપરાડા, કરજણ, અબડાસા અને મોરબી બેઠકના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથેના વર્ચ્યુઅલ સંવાદમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણમાં કેન્દ્રની અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યની ભાજપા સરકારે સાતત્યપૂર્ણ રીતે પ્રજાહિતના અનેક નિર્ણયો અને લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે, જેનો લાભ ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોને મળી રહ્યો છે. ભાજપાએ હંમેશા સંગઠન થકી સેવા ને પ્રાધાન્ય આપ્યું છે, દરેક કુદરતી આફત અને મુશ્કેલ સમયમાં ભાજપના કાર્યકર્તાઓ નાગરીકોની વચ્ચે જઈને મદદરૂપ બન્યા છે. ભાજપા આજે તમામ વર્ગ અને સમુદાયમાં અપ્રતિમ લોકચાહના ધરાવે છે ત્યારે તેઓએ હકારાત્મક અભિગમ અને આત્મવિશ્વાસથી મતદારો પાસે જવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી.

શ્રી પાટીલે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ભાજપા એ સૌથી મોટું રાજકીય સંગઠન બન્યુ છે ત્યારે પ્રત્યેક કાર્યકર્તા ની જવાબદારી વધી જાય છે. ભાજપાના વિચારો અને રાષ્ટ્રસેવાની ભાવના જનજન સુધી ઉજાગર થાય એ દરેક કાર્યકર્તાનું પ્રાથમિક લક્ષ્ય છે. છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચતા કરવા માટે સરકારી તંત્રની સાથે સાથે ભાજપા કાર્યકર્તાઓ પણ વિવિધ યોજનાઓની માહિતી વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચાડી પોતાનું યોગદાન આપે.

આ બેઠકમાં ઉપસ્થિત પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયાએ ઉપસ્થિત સૌને ચુંટણી વ્યવસ્થાપન, આયોજન અને સંગઠનલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM