


ભારતભરમાં ગ્રામીણ શ્રમજીવીઓને રોજગાર મળી રહે અને તેમના પરિવારનું ગુજરાન ચાલી શકે તે માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર કાયદો – મનરેગા યોજના હેઠળ ગામે-ગામમાં રોજગાર સર્જનના અનેક કામો હાથ ધરવામાં આવ્યા છે. બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક શ્રમિકો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાહેન્ધરી એક્ટ (યોજના) મનરેગાના વિવિધ કામો જેવા કે સિંચાઈ અને જળસંચયના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
બોટાદ જીલ્લા વિકાસ અધિકારી શ્રી પી.ડી. પલસાણાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામકશ્રી દ્વારા જીલ્લાનાં ચાર તાલુકાના ૧૮૨ ગામોમાં આ યોજના હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં અનેક પરિવાર માટે આ યોજના જીવાદોરી સમાન સાબિત થઇ છે. મનરેગામાં અપાતું પ્રતિદિન વેતન રૂ. ૨૨૯થી વધારીને રૂ.૨૩૯ જેટલું કરવામાં આવ્યું છે. જેના પરિણામે જીલ્લામાં ૧,૭૦,૫૭૪ નરેગા શ્રમિકોને રોજગારી આપવામાં આવી હતી જે કુલ ૩૨૦ લાખ રોજગારી વેતન શ્રમજીવીઓના ખાતામાં સીધું જમા કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ તમામ ગામડાઓમાં આયોજનબદ્ધ મનરેગા હેઠળ કામો ચાલી રહ્યાં છે.
બોટાદ જિલ્લાના ચાર તાલુકામાં મનરેગા યોજના હેઠળ સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૨માં ૭૨ જેટલા તળાવો તેમજ ચેકડેમ સહિતની કામગીરી સાથે સાથે જીલ્લા માં ૭૫ અમૃત સરોવરના નિર્માણના કામો શરૂ થતા બોટાદ જીલ્લાના અનેક પરિવારોને રોજગારી મળી છે. આ યોજના થકી તળાવોના ખોદકામથી પાણીનો સંગ્રહ વધુ થશે જેનાથી ઉનાળામાં પૂરતું પાણી મળી રહેશે તેમજ ગામલોકોની પાણીની સમસ્યાનો નિકાલ થશે. બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા લોકોને ઘર આંગણે રોજગારી મળે તે માટે ઉનાળાની શરૂઆતમાં જ તમામ તાલુકાઓમાં મનરેગા યોજના દ્વારા
((2))
કામોની અમલવારી માટે વહીવટી મંજુરી આપી વધુ લોકોને આ યોજનામાં જોડવા સરહાનીય પ્રયત્નો કર્યા હતા. પ્રતિદિન રૂ.૨૩૯ લેખે લઘુતમ વેતન જોગવાઈનો લાભ આપી ગામમાં રસ્તા /તળાવ/ચેક ડેમ નિર્માણ અને ગોચર પડતર જમીન સુધારણા, ગામમાં રમતગમત મેદાન નિર્માણના કામોમાં નરેગાથી લઇ ગ્રામ પંચાયત મહત્વની ભૂમિકા ભજવે છે તેમ નાયબ જીલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર-નરેગા શ્રીભરતસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
