વડોદરા ખાતે રાષ્ટ્રીય વિષયોને લઈને જન સંવાદ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ : બીના પટેલ

રાષ્ટ્રવાદી અને હિંદુત્વવાદી નેશનલ ન્યુઝ ચેનલ “સુદર્શન” ગુજરાત ના પાંચ ઝોનમાં રાષ્ટ્રીય વિષયોને લઈને જન સંવાદ કરવા જઈ રહી છે, ત્યારે આજરોજ વડોદરા ખાતે ગુજરાતનો પહેલો જન સંવાદ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં પૂજ્ય સંતગણ, સુદર્શન ચેનલ ના પ્રધાન સંપાદક શ્રીમાન સુરેશજી ચવ્હાણકે , આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ તથા કાજલબેન હિન્દુસ્તાની તથા અન્ય ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ જન સંવાદ કાર્યક્રમ માં આણંદ સાંસદ શ્રી મિતેષભાઈ પટેલે પોતાના હિન્દુત્વ ને લઈ ને પોતાના આગવા વિચારો વ્યક્ત કર્યા હતા. ધર્માંતરણ ના પ્રશ્ન અંગે આણંદ સાંસદ મિતેષભાઈ એ સાંસદ માં તેમણે ઉઠાવેલ આ પ્રશ્ન ની પૂર્ણ જાણકારી આપી હતી. આ જન સંવાદ માં હિન્દુ મંદિરો પર કબ્જો, ધર્માંતરણ, જેવા અનેક મુદ્દા ઓ પર જનતા ના પ્રશ્નો ના સાંસદ મિતેષભાઈ તથા અન્ય અતિથિ વિશેષે સંતુષ્ટિ જનક જવાબો આપ્યા હતા. અને આણંદ સાંસદ મિતેષ ભાઈ એ આવનારી પેઢી માટે જરૂરી એવી વિચારણા ઓ કરી હતી જેના થકી આવનારી પેઢી ને હિન્દુત્વ અને એનું મહત્વ સમજાઈ શકે.કાજલબેન હિન્દુસ્તાનીએ તટસ્થ શબ્દો માં હિંદુત્વ ના ભાવ ને લોકો ને સમજાવ્યા હતા. ધર્માંતરણ નો પ્રશ્ન લવ જેહાદ જેવા ષડ્યંત્રો સામે હિન્દૂ જાગૃત બને અને પોતાના ધર્મ ની રક્ષા કરવા લોકો ને આહવાન કર્યું હતું.સમગ્ર વક્તવ્યને લોકોએ બિરદાવ્યું હતું. સુદર્શન ચેનલ ના પ્રધાન સંપાદક શ્રીમાન સુરેશજી ચવ્હાણકે ગુજરાત ના પાંચ ઝોનમાં રાષ્ટ્રીય વિષયોને લઈને જન સંવાદ વિશે સહુ ને માહિતી ગાર કર્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *