મંત્રીશ્રીની સક્રિયતાનો ઉત્તમ દાખલો

કમલમ દૈનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ બ્યુરો મહેશ ડી સિંધવ

મોરબી-માળીયાના ધારાસભ્ય તેમજ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા જ્યારે મોરબી-માળીયા વિસ્તારના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા બેઠકમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં સોમવારે વ્યસ્ત હતા તે વેળાએ મોરબી તાલુકાના બંધુનગર, ધરમપુર સહિતના ગામોના સ્થાનિક પદાધિકારીશ્રીઓએ મંત્રીશ્રીને ખેતરોમાં પાણી ભરાઇ જવા તથા પંચાયતના સ્થાનિક વહિવટી પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. સ્થાનિક પદાધિકારીશ્રીઓની સક્રિયતાને ધન્યવાદ આપી મંત્રીશ્રીએ સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓને બેઠકમાં તાત્કાલીક પ્રશ્નોનું નિરાકરણ લાવવા સુચના આપી હતી. આમ મંત્રીશ્રીએ સ્થાનિક પદાધિકારીશ્રીઓના પ્રશ્નોને લક્ષ્યમાં લઇને નાના-નાના પ્રશ્નોનું પણ નિરાકરણ તાત્કાલીક આવે તેવો અભિગમ દાખવ્યો હતો. ઉપરોક્ત તસવીરમાં સ્થાનિક પદાધિકારીશ્રીઓ મંત્રીશ્રીને બેઠકમાં રજૂઆત કરતાં નજરે પડે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *