સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા કક્ષાનું ગરીબ કલ્યાણ સંમેલન યોજાયું

વણથંભી વિકાસ યાત્રામાં કોઇ વર્ગ વિકાસ વિહોણુ ન રહી જાય તે અમારો મુખ્ય ધ્યેય

કમલમ દૈનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ બ્યુરો મહેશ ડી સિંધવ

    આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે વડાપ્રધાનશ્રીના વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે થયેલ સંવાદ કાર્યક્રમ સાથે મોરબી જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ સંમેલનનું આયોજન કચ્છ-મોરબી વિસ્તારના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.વિવિધ જનકલ્યાણની યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરતાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આઠ વર્ષના નેતૃત્વમાં ગરીબ કલ્યાણની વિવિધ યોજનાઓ બનાવવામાં આવી છે. ગામડાઓમાં વીજળી, રોડ-રસ્તા, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી અનેક પ્રકારની માળખાકીય સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. નારી કલ્યાણ હેતુ સખીમંડળથી લઇને દીકરીઓના અભ્યાસ અને લગ્ન સુધીની સુકન્યા જેવી અનેક યોજનાઓ દેશને ભેટ આપી છે. ગામડે ગામડે અધ્યતન સુવિધાસભર અત્યાધુનિક શાળાઓનું નિર્માણ થયું છે.ગુજરાતને વિકાસ મોડેલ ગણાવતા ગરીબોના કલ્યાણઅર્થેની વિવિધ યોજાનાઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર યોજનાઓની વાત કરવી હોય તો સપ્તાહ બેસાડવી પડે. કિસાનોની આવક બમણી કરવા માટે કિસાન સન્માન નિધિ યોજના જેવી અનેક યોજનાઓ આપી, ઉપરાંત કોરોના કાળ દરમિયાન રાષ્ટ્રવ્યાપી રસીકરણ પણ કર્યું. વિશ્વના અન્ય દેશોને રસી આપીને ભારતનો માનવતાવાદી અભિગમ પણ વડાપ્રધાનશ્રીએ દાખવ્યો હતો.વધુમાં સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, આ વણથંભી વિકાસયાત્રામાં સમાજનો કોઇપણ વર્ગ વિકાસ વિહોણો ન રહી જાય તે અમારો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. પ્રાસંગિક પ્રવચન આપતા હળવદના ધારાસભ્યશ્રી પરષોત્તમભાઇ સાબરીયાએ જણાવ્યું હતું કે, સરકારશ્રીની યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે જેથી કોઇ જરૂરીયાતમંદ વંચિત ન રહે. આ તમામ રાષ્ટ્રહિતની યોજનાઓ વડાપ્રધાનશ્રીની રાષ્ટ્ર ચિંતાને પ્રદર્શિત કરે છે.  આ પ્રસંગે વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ તેમના પ્રતિભાવો રજૂ કર્યા હતા ત્યાર બાદ વડાપ્રધાનશ્રીના શીમલામાં યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌ ઉપસ્થિતોએ નિહાળ્યું હતું. દરમિયાન વડાપ્રધાનશ્રીના હસ્તે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સમગ્ર દેશના ૧૦ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ૨૧ હજાર કરોડ રૂપિયાથી વધુના અગ્યારમાં હપ્તાની સીધી ચૂકવણી ડીબીટી દ્વારા કરવામાં હતી.  કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યુ હતું જ્યારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ જે. ભગદેવ દ્વારા આભારવિઘિ કરવામાં આવી હતી.  આ કાર્યક્રમમાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્યશ્રી પરષોત્તમભાઇ સાબરીયા ઉપરાંત પૂર્વ ધારાસભ્યશ્રી કાન્તીભાઇ અમૃતિયા, જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ જે. ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતાબેન જોષી, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ.ઝાલા, નાયબ પોલિસ અધિક્ષકશ્રી એમ.આઈ.પઠાણ, જિલ્લા પૂરવઠા અધિકારીશ્રી દેવાંગ રાઠોડ,  ગુજરાત સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી નગરપાલીકા પ્રમુખશ્રી કુસુમબેન પરમાર, અગ્રણી સર્વેશ્રીઓ રણછોડભાઇ દલવાડી, અરવિંદભાઈ વાંસદળીયા, જયુભા જાડેજા, હંસાબેન પારધી, જિગ્નેશભાઇ કૈલા, મંજૂલાબેન દેત્રોજા સહિત મોટી સંખ્યામાં સ્થાનિક પદાધિકારીશ્રીઓ તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM