આહવા ખાતે યોજાયો ડાંગ જિલ્લાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજીત અને ડાંગ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંચાલિત, ડાંગ જિલ્લા કક્ષાનો તથા તાલુકા ક્ક્ષાનો ધો-૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટેનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, તાજેતરમા આહવાના ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે યોજાઇ ગયો. આ કાર્યક્રમમા ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, કાર્યક્રમ કન્વીનર જિલ્લા શિક્ષણાધીકારી શ્રી એમ સી ભુસારા, સહ કન્વીનર એવા જિલ્લા રોજગાર અધિકારી શ્રી વિનોદ ભોયે, સરકારી પોલીટેકનીક-વઘઈના આચાર્ય શ્રી કેતન પટેલ, સુબિર ITIના આચાર્યશ્રી પી.આર.પટેલ, પશુપાલન અધિકારી શ્રી હર્ષદ ઠાકરે, આહવા તાલુકાની તમામ શાળાઓના આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ, તથા વાલીઓની હાજરીમા કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ વેળા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયુ હતુ. ત્યાર બાદ રાજ્ય કક્ષાના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ નિહાળી, સૌ ઉપસ્થિતજનોએ મુખ્યમંત્રીશ્રીનો વિડીયો સંદેશ, શિક્ષણ મંત્રીશ્રીનો વિડીયો સંદેશ, તથા તજજ્ઞ દ્વારા અપાયેલુ માર્ગદર્શન મેળવ્યુ હતુ. સ્થાનિક ક્ક્ષાએ મુખ્ય તજજ્ઞ વક્તા તરીકે બીલીમોરાના સર્વશ્રી મિતેશ મિસ્ત્રી, ચંદ્રશેખર ગામીત, કેતન પટેલ વિગેરેએ કારકિર્દી માર્ગદર્શન વિષે માહિતી આપી હતી. ધારાસભ્યશ્રીએ ઉપસ્થિત વિદ્યાર્થી, વાલી, અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી પણ યોજાઈ હતી. આહવા નગર, અને તાલુકાની માધ્યમિક શાળાઓને કારકિર્દી વિશેષાંક જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના હસ્તે ભેટ અપાયો હતો. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન જિલ્લા શિક્ષણાધીકારીશ્રીના માર્ગદર્શન હેઠળ, સુબીરના CRC હિતેશભાઈ સોડીયાએ કર્યું. આભારવિધિ સરકારી માધ્યમિક શાળા, આહવાના ગ્રંથપાલ શ્રી દતાત્રેય મોરેએ કરી હતી. અંતે રાષ્ટ્રગાન કરીને કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM