ગોંડલવિહીર ગામે યોજાયો ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગાઢવીના કાર્ય વિસ્તારમા આવેલા ગોંડલવિહિર સબ સેન્ટર ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ ની ઉજવણી કરવામા આવી હતી.આ કાર્યક્રમ વિશેષ કરીને આજના કિશોરી/કિશોરીઓને વ્યસનથી થતા નુકશાન સાથે સ્વાસ્થ્યને લગતા નાનામોટા રોગો સહિત કેન્સર જેવી ગંભીર વિશેની સમજ આપવામા આવી હતી.આ વેળા કિશોરી/કિશોરીઓને વ્યસન અંગેના પ્રચાર સાહિત્યના વિતરણ સાથે IEC એકટીવીટી પણ કરવામા આવી હતી. નાની ઉંમરનુ કોઇ પણ વ્યસન માંદગી, ગરીબી, અને બરબાદીનુ કારણ બની શકે છે. ત્યારે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુથી થતા નુકશાન અંગે જાગૃત કરવા સાથે વિવિધ સંસ્થાઓ, અને સરકાર સાથે મળીને તમાકુ મુક્ત ભવિષ્યનુ નિર્માણ કરવાનો છે.દરમિયાન COTPA-2003 કાયદા અંગેની કલમો વિશે ચર્ચા કરી, કલમ-૬(અ) મા ૧૮ વર્ષથી નાની વયની વ્યકતિઓમા તમાકુના વેચાણ પર પ્રતિબંધ છે. આજની કેટલીક શાળાએ ન જતા કિશોરી/કિશોરીઓમા વ્યસનથી થતા નુકશાન અંગેની ખબર હોતી નથી. જેથી તેઓ ઝડપથી વ્યસન તરફ આકર્ષાય છે. તેમના પરિવારોનુ પુરતુ શિક્ષણ ન હોવાને કારણે એ વ્યસન માર્ગે ધકેલાઈ છે. જેને કારણે એ નાની ઉંમરે રોગનો ભોગ બને છે. તમાકુ અને તેની બનાવટ સિગારેટ, બીડી, ગુટખા અને પાન-મસાલાના સેવનથી મોઢાનુ કેન્સર, ટીબી જેવા જીવલેણ રોગો થઇ શકે છે. તમાકુ ને નિકોટીનની લતથી આજના આ યુવાધનને બચાવવાના આશય સાથે તમાકુનુ વ્યસન છોડવા અપીલ કરવામા આવી હતી. આ કાર્યક્રમમા હાજર રહેલા જિલ્લા NTCP SW રસીલા સી. ચૌધરી, એડોલેશન હેલ્થ કાઉન્સેલર મનીષા ચૌહાણ, CHO સ્મિતા ગાવિત, PPTCT કાઉન્સેલર શીલા પટેલ, FHW ગીતાબેન, ASHA ભારતીબેન તેમજ ગામની કિશોરીઓએ આ કાર્યક્મ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM