

રિપોર્ટ :- બીના પટેલ
ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડ , વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે આણંદ નગરપાલીકાના પ્રમુખ , ઉપ પ્રમુખ તથા વિવિધ કમીટીઓના ચેરમેનશ્રી અને આણંદ શહેર ભાજપ સંગઠનના હોદેદોરોનો સ્નેહ સત્કાર કાર્યક્રમ યોજાયો ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડ , વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે આણંદ નગરપાલીકાના પ્રમુખ , ઉપ પ્રમુખ તથા વિવિધ કમીટીઓના ચેરમેનશ્રી અને આણંદ શહેર ભાજપ સંગઠનના હોદેદોરોનો સ્નેહ સત્કાર કાર્યક્રમ યોજાયો . પ્રસ્તુત કાર્યક્રમમાં આણંદ નગરપાલીકાના પ્રમુખ શ્રીમતિ રૂપલબેન વનીશભાઇ પટેલ , ઉપપ્રમુખ શ્રીમતિ છાયાબા ઝાલા , કારોબારી કમીટીના ચેરમેન શ્રી સચીનભાઇ પટેલ , શિક્ષણ સમિતિના ચે ૨ મેન શ્રી ઇન્દ્રજીતભાઇ પટેલ , પબ્લીક વર્કસ કમીટી શ્રી ભાવેશભાઇ સોલંકી , શ્રી રાજુભાઇ પઢિયાર – વોટર વર્કસ કમીટી , શ્રીમતિ સ્નેહલબેન પટેલ , દીવાબતી કમીટી , શ્રીમતિ તમન્નાબેન પટેલ ટ્રાફીક નિયમન કમીટી , શ્રીમતિ રાધીકાબેન રોહિત- બાગ બગીચા કમીટી , શ્રીમતિ મયુરીબેન પટેલ અર્બન કોમ્યુનિટી ડેવલોપમેન્ટ કમીટી , શ્રીમતિ કરિશ્માબેન કાઉન્સેલર , શ્રી ચીરાગભાઇ પટેલ , કણજરી સ્નેહ સત્કાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા . તેઓનું ચરોતર ગેસના ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઇ પટેલ દ્વારા સૌ પધારેલ મહેમાનોનો પુષ્પ ગુચ્છ તથા મોમેન્ટો અર્પણ કરી સત્કાર કરવામાં આવ્યો હતો . આ ઉપરાંત આણંદ ભાજપ શહેર સંગઠનના હોદેદારો શ્રી મયુરભાઇ પટેલ- પ્રમુખ , ડો . સ્વપ્નીલ ડી . પટેલ- મહામંત્રી , શ્રી અમીતભાઇ ઠાકોર- મહામંત્રી , શ્રી હિરેનભાઇ પટેલ- ઉપપ્રમુખ આ સ્નેહ સસ્કાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા . ચરોતર ગેસના ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઇ પટેલ દ્વારા સૌ પધારેલ મહેમાનોનો પુષ્પ ગુચ્છ તથા મોમેન્ટો અર્પણ કરી સત્કાર કરવામાં આવ્યો હતો . આણંદ નગરપાલીકાના પ્રમુખ , ઉપ પ્રમુખ , વિવિધ કમીટીઓના ચેરમેનશ્રીએ તથા આણંદ શહેર ભાજપ સંગઠનના હોદેદારો શ્રી ધર્મેન્દ્રભાઇ પટેલની ચરોતર ગેસના ચેરમેનશ્રી તરીકે વરણી થવા બદલ ખૂબ ખૂબ અબિનંદન પાઠવ્યા હતા. આણંદ નગરપાલીકાના પ્રમુખ શ્રી મતિ રૂપલબેને જણાવ્યુ હતું કે આણંદ નગરપાલીકા ચરોતર ગેસને સાથ આપીશુ અને ચરોતર ગેસના કામમાં અમે અને અમારા કામમાં તમે સાથે મળીને ખભે – ખભા મિલાવીને કામ કરીશું . આણંદ નગર પાલીકાના ઉપ પ્રમુખ શ્રીમતિ છાયાબા ઝાલાએ કહયુ હતુ કે ચરોતર ગેસને એક સારા સંચાલક મળેલ છે . તેમજ સંસ્થા દ્વારા બહેનોને ખૂબ પ્રોત્સાહન આપી આગળ લાવવામાં આવે છે . તથા કારાબારી સમિતિના ચેરમેન શ્રી સચીનભાઇ એ જણાવ્યુ હતું કે હાલમાં ચરોતર ગેસ જે શિખરે છે ત્યાંથી ઉતરોતર પ્રગતિ કરીને ઉંચા શિખરો સર કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
