
ધાનેરા નિવાસી હીરાના વેપારી બેલજીયમ- (એન્ટવર્પ ), અને દુબઈમાં રહેતા અને પોતાના લોહીમાં સ્વદેશ માટે અપાર પ્રેમ અને લાગણી ધરાવતા પરગજુ, જીવદયાપ્રેમી , અને સાધર્મિકો માટે મેડિકલ સહાય , બાળકો ના ભણતર, મૂંગા પશુઓ માટે પાંજરાપોળ વગેરે કાર્યમાં તન- મન -ધન થી સાથ સહકાર આપનાર એટલે કિશોરભાઈ ઉર્ફે જીવદયા જગતમાં જાણીતા કિશોરમામા જીવદયા. કિશોરભાઈ મુંબઈ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખુબજ સરસ કામો કરે છે. શ્રી શાંતિનાથ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. સમાજમા કેમ ઉપયોગી થવું જો એ જાણવું હોય તો કિશોરભાઈ નું આગવું નામ આવે. તાજેતરમાં ગુજરાતનો એક જાણવા જેવો અનુભવ છે. શ્રી આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મનીષભાઈ જોડે વાતમાં વાત થઈ કે આપ ગુજરાતના એક નાનકડા ગામમાં પછાત વિસ્તારમાં રહેતા રૂપિયા થી પાછા પડતા બાળકો ને જો આપ આપનું દાન આપો તો એ બાળકો ઉજ્વળ ભારત નું ભવીષ્ય બની શકે છે. અને સફર શરૂ થઈ. મનીષભાઈએ શ્રી શંખેશ્વર રહેતા અને એકલે હાથે ખુબજ સારા કાર્યો કરતા અને બાળકો નું ભાવી બદલનાર કર્મ વીરાંગના શ્રીમતી જીજ્ઞાબેન નો સંપર્ક કરાવી આપ્યો, અને જીજ્ઞાબેન ના માર્ગદર્શન હેઠળ ગુજરાતના નાના એવા ગામ શ્રી શંખેશ્વરમાં અંગ્રેજી મિડીયમ શાળા ચાલુ કરવા માટે જોઈતી મદદ વિદેશમાં રહીને કરી આપી તથા વધુ મદદ માટે પણ તૈયાર છે.(હાલ માં શાળા બાલવાડી થી શરૂઆત કરી છે. જેમાં વિદ્યાની દેવીનું જ્યા આગળ માન આપી ને બેસીએ તે જગ્યા એટલે કે વિદ્યાર્થી ઓ માટે પાટલી- લાકડાની બેન્ચો માટે રૂપિયા 1,50,000/= રૂપિયા એક લાખ પચાસ હજાર નું દાન આપવામાં આવેલ છે) ગાંધીબાપુના પ્રખર હિમાયતી અને સિદ્ધાંતવાદી એવા કિશોરભાઈ ને શત: શત: પ્રણામ. કહેવાય છેકે વિદાઈ હંમેશા કષ્ટદાયક જ હોય છે,એ પછી ઘરના આંગણેથી હોય કે પછી માતૃભૂમિ થી, પણ પોતાની માતૃભૂમિને વિદેશમાં જઈને પણ એ ભૂલ્યા નથી અને એક અનેરું ઊંચું માન અપાવ્યું છે.જે એક બહુ મોટા ગજાની વાત છે. ગુજરાતમાં લગભગ કોઈ પાંજરાપોળ બાકી નહિ હોય જ્યાં શ્રી શાંતિનાથ ચેરીટેબલ ટ્રસ્ટ અને કિશોરમામા જીવદયા એ દાનનો ધોધ વહેવડાવ્યો ના હોય. શ્રી શંખેશ્વર માં એમને જીજ્ઞાબેન મારફત ઘણી બધી દીકરીઓ ને કમ્પ્યુટર નું ભણતર માટે ક્લાસિસ માટે ફી ની જોગવાઈ કરી છે. જ્યારે ગુજરાત કે આજુબાજુના નાના ગામડામાં વાવાઝોડા કે કુદરતી આફત આવે ત્યારે તરતજ કિશોરભાઈ જીવદયાનો ચેક તૈયાર હોય અને ખાતામાં આવિ ગયો હોય. હજી વિચારતા હોઈએ કે કેવી રીતે રજૂઆત કરશું પણ સદાય બધાની તકલીફ અને મન ની વાત જાણી ને ઈશ્વર ના રૂપમાં સહાયતા પહોચાડનાર એટલે કિશોરમામા જીવદયા.
શોરભાઈ માટે પ્રભુ ને પ્રાર્થના કરીશું કે આપને ખુબ લાંબુ આયુષ્ય આપે અને સમાજ ના કાર્યો વધુ ને વધુ કરો એજ શુભેચ્છા.
સંકલન: મનિષભાઈ શાહ
કમલમ, મુંબઈ બ્યુરો.
