પાટણ જિલ્લા ના ભાજપમહિલા મોરચા મંત્રી ડૉ. કુંજલ ત્રિવેદીજી એ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના નવ નિયુક્ત કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણી સાહેબ ની શુભેચ્છા મુલાકાત કરી.

રિપોર્ટ.. ડેવિડ પટેલ.

તા.2/1/ 2022ના બુધવાર ના રોજ મૂળ રાજકોટ ના વતની અને જેમણે સંપૂર્ણ અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી પૂર્ણ કર્યો છે એવા શંખેશ્વર કોલેજમાં સંસ્કૃત ના અધ્યાપિકા તરીકે સેવા આપી રહ્યા છે એવા બ્રહ્મ નારી રત્ન ડૉ. કુંજલ ત્રિવેદી જી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના નવ નિયુક્ત કુલપતિ શ્રી ડો. ગિરીશ ભીમણીજી ની શુભેચ્છા મુલાકાત કરી હતી . ડૉ.કુંજલ ત્રિવેદીજી એ જે ભ્રમણ કરે છે એ જ જ્ઞાન ને પામે છે એ કહેવત ને સાચી સાબિત કરી બતાવી છે. તેમનો જ્ઞાન પીપશા ઉક્ત સ્વભાવ નો અહીં પરિચય થાય છે. હમણાં જ તેઓ ને તેમની યોગ્યતા ના આધારે પાટણ જિલ્લા મહિલા મોરચા માં મંત્રી ની જવાબદારી ઉપર નિયુક્ત કરવામાં આવ્યા છે .હર હંમેશ નવા નવા સેમિનાર અને કોન્ફરન્સ માં તેઓ વિદ્યાકીય યોગદાન આપી રહ્યા છે તેમનો નવું નવું શીખતાં રહેવું એ મૂળ મંત્ર છે. તેમની આ વિદ્યાકીય જિજ્ઞાસા વૃત્તિ સમાજના શિક્ષણ ક્ષેત્રે સહુને પ્રેરણા રૂપ છે .તેઓ શ્રી સતત વાંચન લેખન કવિતા લેખન પ્રવૃત્તિ માં વ્યસ્ત રહે છે. હાલમાં તેમણે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રત જી ની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમનું સ્વરચિત પુસ્તક. ભેંટ આપ્યું હતું, ગત રોજ તેઓએ કુલપતિ ની શુભેચ્છા મુલાકાત દરમિયાન યુનિવર્સિટી ના સંસ્કૃત વિષયના અભ્યાસક્રમ અને તેમના ના વિવિધ મુદ્દાઓ ઉપર વિગતે ચર્ચા કરી હતી. સાથે સાથે તેઓના વિદ્યાર્થી કાળ દરમિયાન ડૉ. ભીમણી સાહેબ ના ઉત્તમ વ્યાખ્યાનો નો લાભ તેઓશ્રી એ પણ લીધેલો એ ભૂતકાળના સંસ્મરણો ને હળવાશ ની પળોમાં તાજા પણ કર્યા હતાં અને હાલમાં કુલપતિ ભીમણી સાહેબ દ્વારા યુનિવર્સિટી માં ચાર્જ સાંભળ્યા બાદ ની અતિ ઉત્તમ અનુશાસન વ્યવસ્થા ની પ્રશંશા કરી હતી. અને અંતમાં એક વિદ્યાર્થી તરીકે તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM