મહેસાણા સંસદીય મતક્ષેત્રમાં સાંસદ સ્પર્ધા નું સમાપન

હેસાણા સંસદીય ક્ષેત્રના સાંસદ શારદાબેન પટેલ દ્વારા ટુર્નામેન્ટને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો તેમજ આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને આખા વિશ્વમાં દરેક ક્ષેત્રમાં નામના અપાવી રહ્યા છે. રમત ગમત માટે જયારે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે “ખેલ મહાકુંભ” નો પ્રારંભ કરેલો હતો. અને જ્યાર થી પ્રધાનમંત્રી બન્યા છે ત્યાર થી જુદી જુદી અનેક રમતો માં આપણા દેશના દીકરા દીકરીઓ એ કેટલાય મેડલો પ્રાપ્ત કર્યા છે. આપણા દેશમાં ખેલ કુદ ને પ્રોત્સાહન મળી રહે તે માટે ગુજરાત અને દેશમાં “ખેલ મહાકુંભ” નું મોટા પાયે આયોજન કરવામાં આવે છે. આ અનુસંધાનમાં દેશના છેવાડાના માણસો પણ ખેલ સ્પર્ધા માં ભાગ લે અને તેમનામાં રહેલી પ્રતિભા નો વિકાસ થાય અને આ ખેલાડીઓ રાજ્ય, દેશ અને છેક વિશ્વ કક્ષા એ પ્રસિદ્ધિ મેળવે તે માટે મહેસાણા લોકસભા વિસ્તારના સાંસદ સભ્ય શ્રી શારદાબેન અનિલભાઈ પટેલ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું . આ ટુર્નામેન્ટની શુભારંભ ૭-0૫-૨૦૨૨ના રોજ  થયો. જેમાં ૧૨૮ ટીમો એ ભાગ લીધો આ ઉપરાંત ટુર્નામેન્ટના શુભારંભ માં મહિલા ટીમ અને દિવ્યાંગ ટીમો ને ક્રિકેટ નું આયોજન કરવામાં આવ્યું હતું. સદર ટુર્નામેન્ટ એસ.કે યુનીવર્સીટી, સ્પોર્ટ્સ કોમ્લેક્ષ વિસનગર તથા કુકસ-રૂપાલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં  આવ્યું હતું. દરેક જીલ્લા પંચાયત અને નગરપાલિકા દીઠ પાંચ ટીમો એ ભાગ લીધેલ છે. શરૂઆતમાં જીલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ટીમો વચ્ચે અંદરો અંદર મેચ રમાડવામાં આવી હતી. તેમાંથી વિજેતા ટીમો ને આગળ ક્રમશ: રમાડવામાં આવી છે. સદર ટુર્નામેન્ટ ૧ મહિનો ચાલી છે. સદર ટુર્નામેન્ટમાં કોઈ પણ જાતની ફી રાખવામાં નથી આવી. આ ઉપરાંત રમનાર દરેક ખેલાડી ઓને ટી-શર્ટ અને સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટ માં વિજેતા ટીમને રૂ.૧,૧૧,૧૧૧ , રનર્સ અપ  ટીમ ને રૂ.૫૧,૦૦૦,  મેન ઓફ ધ સીરીઝ ને રૂ.૨૧,૦૦૦, બેસ્ટ બેટ્સ મેન રૂ,૧૧,૦૦૦ ઇનામ ને ટ્રોફી આપવામાં આવી. પૂર્વ ગૃહમંત્રી રજની ભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાત હવે વાંચશે અને રમશે પણ….. આ સ્પર્ધામાં ખેરવા ની ટીમ ચેમ્પિયન તરીકે જાહેર થઈ હતી. મહિલા ક્રિકેટ ટીમમાં મહેસાણા ક્રિકેટ ક્લબ ટીમ ચેમ્પિયન તરીકે જાહેર થઈ હતી. આ સમાપન સમારોહમાં રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ મુખ્ય મહેમાન તરીકે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ લોકસભાના સાંસદ જુગલજી ઠાકોર ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ અને સાંકળચંદ યુનિવર્સિટી ના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ અને અન્ય ધારાસભ્યો તેમજ મહાનુભાવો આ સમાપનમાં હાજર રહ્યા હતા

રિપોર્ટ …ડેવિટ પટેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM