સુરેન્દ્રનગર જિલ્લાના થોરીયાળી મુકામે સ્વ. બીજલભાઇ રબારીના દેહાવસાન અન્વયે યોજાયેલ પિતૃવંદના કાર્યક્રમમાં ઉમટેલ વિશાળ જનમેદની

સુરેન્દ્રનગર : તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના સામાજિક – શૈક્ષણિક – રાજકીય અને આર્થિક સ્તરે અગ્રેસર તેમજ ગુજરાત રાજયના કવોરી ઇન્ડસ્ટ્રીઝનું મુખ્ય-મથક ગણી શકાય એવા ભગતના ગામ સાયલાની ભાગોળે આવેલ થોરીયાળી ગામે, સ્વ. બીજલભાઇ મેઘાભાઇ નાંગર (રબારી)નું બુધ્ધપૂર્ણિમાના રોજ થયેલ દેહાવસાન નિમિત્તે યોજાયેલ શ્રધ્ધાંજલિ અર્થાત પિતૃવંદના કાર્યક્રમમાં, સમગ્ર ગુજરાત રાજયમાંથી વિશાળ જનમેદની હાજર રહીને, દિવગંત આત્માની ચિર-શાંતિ અર્થે પરમક્રુપાળુ પરમાત્માને સૌએ પ્રાર્થના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ. બીજલભાઇ રબારીના દેહાવસાન બાદ, તેઓના તમામ પરિવારજનો મારફતે સ્વાધ્યાય પ્રવુતિ, અબોલ પશુઓને ઘાસચારો, ભુખ્યાને ભોજન, ગરૂડ પુરાણનું વાંચન, ભૂદેવોને દાન-દક્ષિણા, ભજન-કિર્તન, રાત્રિ સંતવાણી…વિગેરે અનેકવિધ પરમાર્થના અવિરત કાર્યો પણ કરવામાં આવ્યા હતા.

ખાસ તો સમગ્ર પંથકના લોકોને સંતોના સાનિંધ્યમાં ધર્મલાભ કરાવવો તેમજ સંસ્કારયુકત શિક્ષણ મારફતે પરિવારના નિર્માણ અર્થે સદવિચારનું વાવેતર થાય એવા ઉમદા આશયથી યોજાએલ, સ્વ. બીજલબાપુની શ્રધ્ધાંજલિ અર્થાત પિતૃવંદના કાર્યક્રમના પ્રારંભે, સ્વર્ગસ્થ બીજલભાઇ નાંગરના દિકરી અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતા વાલીબેન નાંગર દ્રારા “ભૂલો ભલે બીજું બધું પણ મા-બાપને ભૂલશો નહીં…” એ ભાવગીત રજૂ થતાં, સૌ કોઇ ભાવવિભોર બની ગયા હતા. આ કાર્યક્રમમાં દૂધરેજધામના મહંત પૂ. કણીરામબાપુ, દૂધઇધામના મહંત પૂ. રામબાલકદાસબાપુ, મેસરિયાધામના મહંત પૂ. બંસીદાસબાપુ, શ્રી સ્વામીનારાયણ મંદિર – ગઢડા (સ્વા)ના પૂ. હરીજીવન સ્વામી, પૂ. ભગવતપ્રસાદ સ્વામી, પૂ. વિશ્વમંગલ સ્વામી, ચમારજધામના મહંત પૂ. શાલીગ્રામબાપુ, નળિયાધામના મહંત પૂ. બાબુપૂરીબાપુ, મેસરિયાધામના કોઠારી પૂ. મગનીરામબાપુ, સ્થાનિક રામજીમંદિરના પૂજારીશ્રી મયારામદાસજી, કેળવણીકાર તેમજ સમાજના અગ્રણીશ્રી મેહુરભાઇ લવતુકા – ભાવનગર, દૂધ-સંઘના ચેરમેનશ્રી ભોળાભાઇ રબારી – બોટાદ, જિલ્લાના આગેવાનશ્રી રૈયાભાઇ રાઠોડ – થોરીયાળી, તાલુકા પંચાયતના પૂર્વ-ઉપપ્રમુખશ્રી ગેલાભાઇ ઘાંઘળ – ઇશ્વરીયા, તાલુકા અગ્રણી અને સરપંચશ્રી રણછોડભાઇ ત્રગટા – ધાંધલપુર, પૂર્વ તાલુકા શિક્ષણાધિકારીશ્રી દિલીપભાઇ ચૌહાણ – સુરેન્દ્રનગર, વર્તમાન તાલુકા શિક્ષણાધિકારીશ્રી રામભાઇ પાચાણી – સાયલા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દેવાભાઇ સભાડ, પૂર્વ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ગેલાભાઇ જોગરાણા, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી ભરતસિંહ રાઠોડ – થોરીયાળી, ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી જેઠાભાઇ મોરી – થોરીયાળી, પીએસઆઇશ્રી જાયમલભાઇ કલોત્રા – મોરબી, ગોહિલવાડ પ્રદેશના અગ્રણીશ્રી નાનુભાઇ કરમટીયા – આંબલા, ખારાપાટ પ્રદેશના અગ્રણીશ્રી હિંગોળભાઇ ખાંભલા – પાટડી, દૂધ સંઘના વાઇસ ચેરમેનશ્રી મેપાભાઇ મારૂ – બોટાદ, પૂર્વ કોર્પોરેટરશ્રી લાલાભાઇ મોરી – અમદાવાદ, શ્રી અમીબેન કુમુદચંદ્ર ઠાકર – ગાંધીનગર, શ્રી જીવાભાઇ દેસાઇ – દેલવાડા, શ્રી અજમલભાઇ દેસાઇ – વિરમગામ, શ્રી નારણભાઇ સાંબડ – સૈડા, શ્રી વલ્લભભાઇ બલ્યા – પાળીયાદ, શ્રી ચંદુભાઇ જીડ – ગાંધીનગર, શ્રી વશરામભાઇ પઢેરીયા – રાજસીતાપુર, શ્રી વિનુભાઇ પઢેરીયા – વડોદ, શ્રી હિતેશભાઇ નાંઘા – સુરેન્દ્રનગર તેમજ અનેકવિધ નામાંકિત વ્યકિત-વિશેષશ્રીઓ હાજર રહીને, સ્વર્ગસ્થ શ્રી બીજલભાઇ નાંગરના દિવ્ય આત્માની ચિર-શાંતિ અર્થે સૌએ અંજલિ પાઠવેલ હતી. ઉપસ્થિત સંતો તેમજ કેટલાક વ્યકિત-વિશેષશ્રીઓએ આ શ્રધ્ધાંજલિ અર્થાત પિતૃવંદના કાર્યક્રમમાં સ્વર્ગસ્થના પરોપકારી તેમજ શિક્ષણપ્રેમી વ્યકિત્તત્વનું સ્મરણ કરીને, સૌને શિક્ષણના માધ્યમ થકી પરિવારનો વિકાસ સાધવા અનુરોધ કર્યો હતો.

આ તબક્કે ઉપસ્થિત બહોળી જનમેદનીને આવકારતા સ્વર્ગસ્થ બીજલભાઇ નાંગર પરિવારવતી અગ્રણીશ્રી ભોજાભાઇ શામળાભાઇ નાંગરે સ્વાગત પ્રવચન તેમજ સૌ પ્રત્યે આભારની લાગણી પીએસઆઇશ્રી રાજેન્દ્રભાઇ કરમટીયાએ વ્યકત કરી હતી. આ કાર્યક્રમનું સફળ-સંચાલન પોતાની આગવી-અનોખી શૈલીમા ડો. ડી. બી. દેસાઇ – એડ્વોકેટ – ગુજરાત હાઇકોર્ટ – અમદાવાદ દ્રારા કરવામાં આવેલ હતુ. આ તકે લક્ષ્મીબેન બીજલભાઇ નાંગર, શ્રધ્ધાબેન માલાભાઇ નાંગર, દિપુબેન અરજણભાઇ નાંગર, રાધીબેન રાહુલભાઇ નાંગર, હેલીબેન કરમટીયા, બંસીબેન નાંગર…વિગેરે તરફથી સૌ સંતો-મહંતોને રોકડમાં પરિવાર તરફથી દક્ષિણા-પ્રદાન કરી, આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ પરોપકારી કાર્યને હેતુલક્ષી અને સફળ બનાવવા માટે શ્રી માલાભાઇ બીજલભાઇ નાંગર, ડો. દેવશીભાઇ બીજલભાઇ નાંગર, શ્રી રત્નાભાઇ બીજલભાઇ નાંગર, ડો. રણછોડભાઇ બીજલભાઇ નાંગર, શ્રી માત્રાભાઇ રૂપાભાઇ ખાંભલા, ભુવાશ્રી મોતીભાઇ ભીખાભાઇ નાંગર, પઢિયારશ્રી ધનાભાઇ સુરાભાઇ નાંગર, શ્રી કાનજીભાઇ રામજીભાઇ ખાંભલા, શ્રી હામાભાઇ ઘુઘાભાઇ મોરી, શ્રી જગાભાઇ સાદુળભાઇ મોરી, શ્રી આલાભાઇ શામળાભાઇ મોરી, શ્રી ધરમશીભાઇ સાદુળભાઇ મોરી, શ્રી રાજુ માલસૂરભાઇ નાંગર, શ્રી દેવરાજભાઇ હામાભાઇ મોરી, શ્રી મેહુલ માલાભાઇ નાંગર, શ્રી નવઘણ કાનજીભાઇ ખાંભલા, શ્રી રાહુલ માલાભાઇ નાંગર, શ્રી પ્રતિક કાનજીભાઇ ખાંભલા, શ્રી અર્થ રણછોડભાઇ નાંગર, શ્રી પૂર્વગ દેવશીભાઇ નાંગર, શ્રી પવન રાજુભાઇ કરમટીયા, શ્રી તેજસ રત્નાભાઇ નાંગર તેમજ થોરિયાળી ગામના આશરે 50થી વધુ પારિવારિક – સ્વયંસેવકોએ ખડે પગે રહીને, ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM