
રાજસ્થાનના પહાડોમાં વસેલું માઉન્ટ આબુ અરાવલી પર્વતમાળા પર આવેલું એક સુંદર હિલ સ્ટેશન છે. લીલાછમ જંગલો અને સંપૂર્ણ હવામાન આ હિલ સ્ટેશનને સાહસિકોમાં લોકપ્રિય બનાવે છે. યુનિવર્સલ એક્સપ્લોરર ગ્રૂપ – જતીન દવે અને મિલાપ ટાટારિઆ દ્વારા માઉન્ટ આબુ ટ્રેકિંગ કેમ્પમાં રોક ક્લાઇમ્બિંગ, કેવિંગ, રેપલીંગ જેવી અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આ ટ્રેકિંગ કેમ્પમાં ગાંધીનગર અને અમદાવાદ શહેરમાંથી 50 થી પણ વધુ બાળકો જોડાઈને કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પના ઈંચાર્જ જનક દવેનાં વરદહસ્તે બાળકોને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે કુદરતી સૌંદર્યનો પણ ખૂબ જ આનંદ માણ્યો હતો. આ ટ્રેકિંગ કેમ્પમાં સર્વે વિદ્યાર્થીઓ અને બાળકો દ્વારા મળેલ સાથ સહકાર થકી આ માઉન્ટ આબુ ટ્રેકિંગ કેમ્પ ખૂબ જ સરસ રીતે સફળ થયો હતો તથા કેમ્પના કો-ઓર્ડીનેટર મિલાપ ટાટારિઆએ જણાવ્યું હતું કે, આ માઉન્ટ આબુ એડવાન્ચર ટ્રેકિંગ કેમ્પ ખૂબ જ સુંદર સ્થળ છે. અમારો આ કેમ્પ સુખદ હતો. ટ્રેકિંગ, ભોજન, મોજ-મસ્તી, છૂટછાટ, આનંદ જ આનંદ… તે ખરેખર એક અદ્દભૂત ત્રિદિવસીય કેમ્પ રહ્યો હતો. લીલીછમ હરિયાળી, મનોહર તળાવો, પહાડી વિસ્તારો, ટ્રેકિંગ ટ્રેલ્સ, શાંતિ અને વિપુલ વારસાથી ઢંકાયેલું આ હિલ સ્ટેશન આરામદાયક વાતાવરણ પ્રદાન કરે છે.
