ખેલ મહાકુંભમાં વડોદરાના રમતવીરો શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે અદભૂત અને સુદ્રઢ આયોજન: શ્રી હર્ષ સંઘવી










જતીન સોની દાહોદ
વડોદરાના રમતવીરોને તેમજ ખેલ, સંસ્કૃતિ અને ખેલદિલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ દ્વારા ત્રિ-દિવસીય ‘સાંસદ ખેલ સ્પર્ધા-૨૦૨૨’ નું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થઇને ૫ જૂન એટલે કે ત્રણ દિવસ ચાલનારી આ સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહમાં ગૃહ અને રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ આપી હતી. શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે મોટી સંખ્યામાં બાળ રમતવીરોની ઉપસ્થિતિમાં તેમણે મશાલ પ્રજ્વલિત કરીને સ્પર્ધાનો શુભારંભ કર્યો હતો.
આ પ્રસંગે શ્રી હર્ષભાઇ સંઘવીએ રમતવીરોને જીવનમાં રમતગમત અને ખેલદિલીનું મહત્વ સમજાવી ત્રિ-દિવસીય ખેલ સ્પર્ધા માટે ઉર્જાવાન બનાવતા કહ્યું કે, “હજારો બાળકો આ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે, ત્યારે સ્પર્ધામાં ભાગ લેતા ૧૫ હજારથી વધારે બાળકોને હું અભિનંદન આપવા વડોદરા આવ્યો છું”.
રાજ્યમંત્રી શ્રી એ સુંદર, સુદ્રઢ અને અદભૂત આયોજન બદલ સાંસદ રંજનબેન ભટ્ટને અભિનંદન પાઠવતા કહ્યું કે, “ખેલ મહાકુંભમાં વડોદરાના રમતવીરો શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી લોકસભા સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા ખૂબસુંદર અને સુઘડ આયોજન કરવામાં આવ્યું છે”. તેમણે તમામ રમતવીરોને શુભકામનાઓ પાઠવી આશીર્વચન આપ્યા હતા.
વડોદરાના ૧૫ હજારથી વધારે રમતવીરો પાંચ જેટલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ૧૩થી વધારે રમતોમાં ભાગ લેશે. જેમાં કબડ્ડી, વોલીબોલ, ખોખો, મલખંભ, સૂર્ય નમસ્કાર, હોકી, ફૂટબોલ, કરાટે, સ્વીંમીંગ, સ્કેટિંગ, એથ્લેટીકનો સમાવેશ થાય છે, તેવું સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું.
આ કાર્યક્રમ પૂર્વે તેમણે શહેરના સમા વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ખાતે આઝાદીના અમૃત પર્વે આયોજિત ૭૫ બુલેટ બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શ્રીમતી રંજનબેન ભટ્ટે આપ્યું હતું તથા આભારવિધિ મેયર કેયુરભાઇ રોકડિયાએ કરી હતી
આ પ્રસંગે રાજ્યમંત્રી મનીષાબેન વકીલ, વિધાનસભાના દંડક પંકજભાઇ દેસાઇ, ધારાસભ્ય સર્વ યોગેશભાઇ પટેલ, જીતુભાઇ સુખડિયા, સીમાબેન મોહિલે, મેયર કેયુરભાઇ રોકડિયા, વડોદરા શહેર અને જિલ્લા ભાજપ અધ્યક્ષ સહિતના મહાનુભાવો ઉપરાંત ખૂબ મોટી સંખ્યામાં બાળ રમતવીરો તેમના વાલીઓ તેમજ ખેલ મહાકુંભના વિજેતા ઉપસ્થિત
