ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અધિકારી પદાધિકારીઓની બેઠક યોજાઇ

ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ વિસ્તારની સમસ્યાઓ અને સૂચનો રજૂ કર્યા, જિલ્લાને મળેલી જનસુખાકારીની ભેટને બિરદાવી

રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા

માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ખેડબ્રહ્મા ખાતે સાબરકાંઠાના નાગરિકો માટેની પાણી પુરવઠા હસ્તકની રૂ.૧૩૬ કરોડની ખેડબ્રહ્મા ભાગ -૨ જુથ યોજનાનું લોકાર્પણ અને રૂ.૪૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું. અને પ્રજા કલ્યાણના પ્રકલ્પોની જિલ્લાની જનતાને ભેટ અર્પણ કરી હતી. અને જિલ્લાની જનતાએ વતી માન.મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોનું ઉષ્માભર્યો સ્વાગત સત્કાર કર્યો હતો.
આ કાર્યક્રમ બાદ ખેડબ્રહ્મા તાલુકા સેવા સદન પ્રાંત કચેરી સભાખંડમાં જિલ્લાના વહીવટી તંત્રના અમલીકરણ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.જેમાં અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.અને માન.મુખ્યમંત્રીશ્રીએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ વિસ્તારના લોકોને

સ્પર્શતા પ્રશ્નો,સમસ્યા અને સુઝાવ અંગે મુક્ત મને રજૂઆત કરવાનો કોલ આપતા કહ્યું કે જેને જે કહેવું હોય તે શરમાયા વગર કહી દે. અમારી પાસે વિગતો છે. તેનો રસ્તો કાઢી દઈશું.
રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ કેન્દ્ર સરકાર દ્વારા ખેડબ્રહ્મા રેલવે પ્રોજેક્ટ લાઈનને તાજેતરમાં જ રૂ.૪૮૩ કરોડના ખર્ચે મંજૂરી મળી છે. તેની ખુશી વ્યક્ત કરી હતી. સાથે હરણાવ ડેમ તથા આસપાસના ગામોના તળાવો ભરવા સૈધ્ધાંતિક મંજૂરી મળી છે. બજેટમાં ગ્રાન્ટ પણ ફાળવણી થઈ છે. પણ કામ શરૂ થયું નથી. ડિઝાઇન લેવલે છે. તેમ જ પહાડી વિસ્તારમાં પાણી રોકી શકાય તેવા નાના ચેકડેમ જળસંચયના કાર્યો કરવા રજૂઆત કરાઇ હતી.વાંધા વોકળામાં પાણી નાખવામાં આવે તો જળસંગ્રહ થઈને આસપાસના કુવા રિચાર્જ થઇ શકે અને ખેડૂતોને પિયતની અને પીવાના પાણીની સમસ્યા હલ થાય.
પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલે મોટા દીકરાના નામે જમીન હોય છે. નાના ભાઈને આપવા માટે તૈયાર હોય છે. પણ રેવન્યુ જોગવાઈ ન હોવાના કારણે આપી શકતા નથી. તેના કારણે લેન્ડ ગ્રેબિંગના કેસ ઊભા થાય છે તે અંગે સરકારે નિતિવિષયક નિર્ણય લેવા જોઈએ.તથા ખેડૂતોના રિસર્વેના પ્રશ્નો પાક વીમા મંજુર ઝડપથી થાય તે જોવા અને વિજયનગર એસ.ટી.ડેપો ઝડપથી બને તે અંગે સૂચન કર્યું હતું. તથા હેન્ડ પંપની વ્યવસ્થા અંતરિયાળ વિસ્તારમાં ચાલુ રાખવા પણ સૂચન કર્યું હતું. ટેકરી પહાડી વિસ્તારમાં પાઇપ લાઇન ન પહોંચે ત્યાં પેટાં પરામાં આ યોજના આશીર્વાદ સમાન છે.
જ્યારે ધારાસભ્યશ્રી હિતુભાઈ કનોડિયાએ ઈડર બાયપાસ હાઇવે રસ્તા અંગે રજૂઆત કરી હતી. તેમજ જનપ્રતિનિધિઓએ જંગલની જમીન ૨૦૦ ચોરસ મિટરના પ્લોટના ઝઘડાઓ અંગે તથા વડાલીમાં નલ સે જલ યોજના જંગલની જમીનમાં રસ્તા માટે ભોપાલ સુધી મંજૂરી લેવા જવું પડે છે. તે અહીં જ મળી જાય તેવી વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું. પોશીના એસ.ટી.ડેપો,કામધેનુ યુનિવર્સિટીમાં નવીન અભ્યાસક્રમ શરૂ કરવા તથા સોલાર વિજળી અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર તરફથી કઈ તકલીફ છે તેમ પૂછતાં તેઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા,જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એચ.શાહ, જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલ વાઘેલા અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM