મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઇડર શહેરમાં નિધન પામેલા અગ્રણીઓના શોકસંતપ્ત પરિવારજનોને રૂબરૂ મળી સાંત્વના પાઠવી

સાબરકાંઠા જિલ્લાના પ્રવાસે આવેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઇડર શહેર ભાજપ પ્રમુખ શ્રી શશાંક મહેતા અને ઇડર નગર પાલિકાના સદસ્ય શ્રી દિનેશભાઇ પરમારના આકસ્મિક નિધન અંગે દુખ વ્યકત કર્યુ હતું શોકસંતપ્ત પરિવારજનોને તેમના ઘરે જઇ રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રી સાથે સાસંદ શ્રી દિપસિંહ રાઠોડ, ઇડરના ધારાસભ્ય શ્રી હિતુ કનોડીયા,વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા, અગ્રણી શ્રી જે.ડી.પટેલ, પૃથ્વીરાજભાઇ પટેલ, ગિરધારીલાલ સોની, મુકેશ સોલંકી, રામભાઇ સોલંકી સહિત અન્ય અગ્રણીઓએ પણ સદ્દગતને પુષ્પાંજલિ અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *