નડિયાદ ગ્રામ્ય કક્ષાએ ચલાલી મુકામે પણ સેવા સેતુનો લાભ ગ્રામજનોએ લીધા



છેવાડાના માનવીને તેના ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહયું છે. જેના અનુસંધાને આજે નડિયાદ ખાતે નગર પ્રાથમિક શાળા, ચેતક પેટ્રોલ પંપ સામે, નડિયાદ ખાતે તેમજ નડિયાદ તાલુકાના ગ્રામ્ય કક્ષાએ ચલાલી મુકામે સેવા સેતુ (આઠમો તબક્કો) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સવારે ૯/૦૦ કલાક થી સાંજના ૫/૦૦ કલાક સુધી ચાલનાર છે. નડિયાદ ખાતે યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં નડિયાદ શહેરના વોર્ડ નં.૭,૮,૧૨ અને ૧૩ ના રહેવાસીઓ સરકારી સેવાઓના લાભ અંગેની કામગીરીના લાભો લીધો હતો.આ સેવાસેતુ કાર્યક્રમનો મુખ્યહેતુ જન સમસ્યાનું સ્થળ પર જ નિકાલ અને છેવાડાનો એક પણ લાભાર્થી સરકારી યોજનાથી વંચિત ન રહે તે આ કાર્યક્રમનો મુખ્યહેતુ છે. સેવા સેવું કાર્યક્રમ અંતર્ગત ગુમાસ્તાધારાની નોંધણી,લગ્ન,જન્મ-મરણનું પ્રમાણપત્ર,NULM (નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન),પ્રોપર્ટી ટેક્સ વિભાગ,પ્રધાનમંત્રી આવાસ યોજના, વગેરે યોજનાઓનો લાભ લેવા માટે લાભાર્થીઓ સ્થળ પર આવી તેમની સમસ્યાનું નિકાલ સંતોષ પૂર્વક લઇ રહ્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રીમતી રંજનબેન વાઘેલા,મ્યુ.કાઉન્સિલરશ્રી પન્નાબેન પટેલ,શ્રી કિન્નરીબેન શાહ,સ્નેહલબેન પટેલ,નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી રુદ્રેશ હુદડ,મામલતદારશ્રી આર.સી.ચૌહાણ,નાયબ મામલતદાર મહેસુલ (સીટી) હાજર રહ્યા હતા.
