પર્યાવરણ દિન નિમિત્તે મંત્રીશ્રીના ગણપત વસાવાના હસ્તે વૃક્ષારોપણ સરકારી શાળા આહવા ખાતે…

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

વિશ્વ પર્યાવરણ દિન નિમિતે પુર્વ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા સાહેબ સહિત જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઇ ગાવિત દાંત સંગઠન મંત્રી દશરથભાઈ પવાર મહામંત્રી રાજેશભાઈ ગામીત અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આપણી ૭૦ની સરકારી માં ઉમા શાળા આહવા ખાતે શાળાપરિવારની ઉપસ્થિતિ માં વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. મંત્રીશ્રીની ટીમ સાથે તેમને ઉપસ્થિતિમાં વેકેશનમાં પણ શાળા પરિવારના ઉપસ્થિત આચાર્યશ્રી, સુપરવાઇઝર શ્રી, ગ્રંથપાલ શ્રી, શિક્ષક મિત્રો અને શિક્ષિકા બહેનોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે શાળા પરિવારે નવા આચાર્ય શ્રી કે.એમ આહીર ના નેતૃત્વમાં મંત્રીશ્રી અને તેમની ટીમ ને આવકારી મંત્રીશ્રીના પ્રશ્નોત્તરીના જવાબ શાળાના સુપરવાઈઝર પ્રજેશ ટંડેલ, આચાર્યશ્રી કાલીદાસ આહીર અને ગ્રંથપાલશ્રી દત્તાત્રેય મોરેએ શાળા અંગેની માહિતી પૂરી પાડી હતી. મંત્રીશ્રીએ નવી સ્કૂલ બાંધકામ બાબતે આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને કોન્ટ્રાક્ટર સાથે વાતો કરી માહિતી મેળવી હતી. શાળાના શિક્ષણ તથા શાળાની અન્ય માહિતી અને પરિણામો અંગે સંતોષ વ્યક્ત કરી, શાળાની આજે હાજર સમગ્ર ટીમને અભિનંદન આપી, પ્રોત્સાહિત કર્યા હતા. તથા મંત્રીશ્રીની સમગ્ર ટીમ સાથે નવી શાળાની બિલ્ડીંગ પાસે સમૂહ ફોટોસેશન પણ યોજાયો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM