










‘ઓન્લી વન અર્થ’ થીમ હેઠળ કોડીનાર અંબુજાનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ‘સ્વચ્છ ગુજરાત, હરિયાળુ ગુજરાત’નો લેવાયો સંકલ્પ
કેબિનેટ મંત્રી શ્રી વન અને પર્યાવરણ વિભાગ, ક્લાઈમેટ ચેન્જ વિભાગ, છાપકામ અને લેખન સામગ્રી વિભાગ ના કેબિનેટ મંત્રી શ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પી.સી જૈન ક્લબ, અંબુજાનગર, કોડીનાર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ-2022ની ઉજવણી કરવામાં આવી હતી. ‘ઓન્લી વન અર્થ’ થીમ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ સહિત પર્યાવરણના જતન ઉપરાંત કુદરત સાથે સંતુલનમાં જીવન જીવવા સૌને અપીલ કરવામાં આવી હતી.આ તકે પ્રાસંગિક ઉદ્બોધન અને સ્વાગત અંબુજા સિમેન્ટના યુનિટ હેડ શ્રી રાજીવ જૈને કર્યુ હતું. ઉસ્થીત માનવ મેદની ને સંબોધતા રાજયસરકાર ના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કિરીટસિંહ રાણાએ ક્લાઈમેટ ચેન્જ અંગે સમજ આપતા સૌને જણાવ્યું હતું કે, પર્યાવરણ પ્રત્યેની આપણી સૌની સહિયારી જવાબદારી છે. ગુજરાત સરકાર પણ આ બાબતે જાગૃત છે જેથી સમગ્ર ગુજરાતમાં માત્ર એકજ વખત ઉપયોગમાં આવે એવું સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરવા પર ભાર આપવામાં આવે છે. માનવ સર્જિત પ્રદૂષણ ને કારણે ક્લાઈમેટ ચેન્જ હેઠળ ધરખમ ફેરફાર થયાં છે. જેના માટે આપણે બધા જ જવાબદાર છીએ. કુદરતી ઋતુચક્ર ને મનુષ્યએ જ ખોરવ્યું છે. ત્યારે પ્રકૃતિ ને સ્વસ્થ કરવી આપણાં બધાની સહિયારી ફરજ છે. આપણે તમામ ક્ષેત્રમાં પર્યાવરણની જાળવણીનો સંકલ્પ કરીએ અને વડાપ્રધાન શ્રીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ અંતર્ગત’ વાતાવરણને શુદ્ધ કરવામાં આપણો ફાળો આપીએ અને પર્યાવરણનું જતન થાય તે પણ ધ્યાનમાં રાખીએ. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ રામીબહેન વાજાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ‘જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ નાના છોડમાંથી વટવૃક્ષ બને છે. આ રીતે સહયારા પ્રયાસથી જ વૃક્ષોનું જતન કરવાથી પ્રદૂષણની સમસ્યા ઓછી થશે. આજે આપણે વૃક્ષ વાવીશું તો તેનો છાંયડો આવનાર પેઢીને મળે તેવી શુભેચ્છાઓ’ આ ઉપરાંત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સ્વચ્છતા થકી પર્યાવરણની જાળવણી વિષય પર તૈયાર કરાયેલી શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવી હતી અને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગામડાઓમાં પર્યાવરણ અંગે સ્વચ્છતા અને જાગૃતિ કેળવીને પ્રદૂષણ મુક્તિ અંગે કામગીરી કરવા બદલ 10 ગામના સરપંચોને તેમજ ઉધોગ કંપનીના એન્વાયર્મેન્ટ હેડને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.મંત્રીશ્રી કિરીટસિંહ રાણા અને અન્ય મહાનુભાવો દ્વારા ઓક્સિજન રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. સાથે જ કાર્યક્રમ સ્થળ નજીક મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ તકે ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંહભાઈ પરમાર, પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય શ્રી જેઠાભાઈ સોલંકી, શ્રી પી.એસ.ડોડીયા, શ્રી સુભાષભાઈ ડોડીયા, શ્રી ભગુભાઈ પરમાર, શ્રી અમુભાઈ, અધિક કલેક્ટર શ્રી બી.વી. લિંબાસિયા, વન વિભાગ ના વનીકરણ અને વાઈલ્ડલાઈફ વિભાગ ના શીર્ષ અધિકારીશ્રીઓ સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનીય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા .

