પર્યાવરણ નું જતન કરવાની જવાબદારી અને વૃક્ષો વાવવાની જવાબદારી એ ભારતના તમામ નાગરિકો ની છે.

ભાવનગર ભાવેશ તન્ના

5 મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ આપણી આસપાસ ના તમામ આવરણો થી બનેલુ છે પર્યાવરણ અને આ પર્યાવરણ નું જતન કરવાની જવાબદારી અને વૃક્ષો વાવવાની જવાબદારી એ ભારતના તમામ નાગરિકો ની છે.ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણ નો અનોખો મહિમા રહ્યો છે. આપણે પ્રકૃતિના સર્વ તત્વોની પૂજા કરીએ છીએ. વૃક્ષો પર્યાવરણ માટે અનિવાર્ય રીતે અગત્યના છે. જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લેવાનું કામ કરે છે. વૃક્ષો, જંગલો, નદી-પર્વતો, સાગર, પશુ-પંખી, પ્રાણીઓ, ધરતી-આકાશ અને માનવીનું જીવન- આ સહિયારા અસ્તિત્વની ભાવના છે. પ્રકૃતિ પર્યાવરણના બેફામ ઉપયોગને કારણે પર્યાવરણીય અસમતુલા સર્જાય છે. સાંપ્રત સમયમાં અનેક પ્રકારના પ્રદૂષણ વધ્યા છે. સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા થી ચિંતિત છે. ઋતુચક્ર ખોરવાયા છે. માનવ જીવન પર આની વિઘાતક અસરો થાય છે. ત્યારે પ્રકૃતિ-પર્યાવરણના સુયોગ્ય જતન-સંવર્ધન માટે, માનવ અસ્તિત્વ અને સુસંવાદી બનાવવા માટે આપણે પ્રકૃતિના જતન અને પર્યાવરણની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ બનવા ની જરૂર છે. આજના દિવસે પોરબંદર માં આવેલી અને ગજાનન એકેડમી દ્રારા સંચાલીત ચમ મેમોરિયલ સ્કૂલમાં વૃક્ષ રોપ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતિષ ડી વિઠલાણી, તથા પર્યાવરણ સમિતિના અધ્યક્ષ શ્રી કિરીટ એસ ભીમાણી ની પ્રેરણાથી કરવામાં આવ્યું હતું. આ તબક્કે 151 જેટલા વૃક્ષ ના રોપ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષ લેનાર તમામ લોકો પાસે દર વર્ષે પર્યાવરણ દિવસ ના દિવસે વૃક્ષ વાવવાના સંકલ્પ લેવડાવ્યા હતા. આ પ્રસંગે પોરબંદરના પર્યાવરણ પ્રેમી અને જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી મોહનભાઈ લાખણી,રાજેશભાઈ લાખણી,જયેશભાઈ પત્તાણી, મુકેશભાઈ ઠકરાર,હાર્દિકભાઈ રાજા તથા કમલ ભાઈ પાઉં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ના આયોજન માટે યોગેશભાઈ પોપટ(રિજિયોનેલ ચેરમેન પર્યાવરણ સમિતિ, પોરબંદર) ભાર્ગવભાઈ મજીઠિયા (રિજિયોનેલ મંત્રી,પર્યાવરણ સમિતિ,પોરબંદર) તેમજ કારોબારી સભ્યો જય કક્કડ,સિઘ્ધરાજ પતાણી,દિનેશ ધોકાઈ, ઝીલ બદીયાણી, હર્ષ લાખાણી તેમજ કાર્તિકભાઈ મજીઠિયા ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM