
શિક્ષણની સાથે સંસ્કાર મળસે તોજ સંસ્કૃતિ બચશે – વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્ય

શેઠ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સી.કે.એમ કન્યા વિદ્યાલયના નૂતન ભવનનું ઉદ્ઘાટન અને શેઠ આર.ડી.ઉ.મા. વિદ્યાભવનના ભૂમિપૂજન કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાયું.
મુંન્દ્રા તાલુકા ખાતે શેઠ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સી.કે.એમ કન્યા વિદ્યાલયના નૂતન ભવનનું ઉદ્ઘાટન અને શેઠ આર.ડી.ઉ.મા. વિદ્યાભવનના ભૂમિપૂજન કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાયું. આ પ્રંસગે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, આ જે વિધા ભવનનું નિર્માણ થયું છે એ ખુબજ પ્રશંશાને પાત્ર છે. અધ્યક્ષાશ્રી જે દાતાશ્રીઓ દ્વારા ટ્રસ્ટના નિર્માણ હેઠળ જે વિધા ભવનના નિર્માણ માટે જે દાન આપ્યું છે તેમને વંદન કરી, જણાવ્યું હતું કે, સૌથી મોટુ દાન વિદ્યા દાન છે. આ તકે તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને યાદ કરતા કહ્યું કે, વર્તમાન સમયમાં જે રીતે મહિલાઓ આત્મનિર્ભર થઇ રહી છે તે આપણાં વડાપ્રધાનશ્રીના પ્રયાસોને લીધે શક્ય બન્યું છે.તેમણે બેટી બચાવો બેટી પઢાવો દ્વારા મહિલાઓને અગ્રિમતા આપીને સામાજીક વિકાસમાં ભાગીદાર બનાવીને કન્યા કેળવણી માટે ખુબજ મોટું કાર્ય કર્યું છે. જો શિક્ષણની સાથે સંસ્કાર મળસે તો જ સંસ્કૃતિનું જતન થસે. આ પ્રસંગે તેમણે દાતાશ્રીઓ ને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા કે જેમણે સરકાર અને સહકારના સંકલન નો પુરેપુરો ઉપયોગ કરીને કન્યા કેળવણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે દાતાશ્રીઓનું ડો. નીમાબેન આચાર્યના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તેમણે શેઠ આર.ડી એજ્યુકેશન ટ્રસ્ટના પુસ્તકનુ લોકાર્પણ કર્યું,અને તેજસ્વી છાત્રોને પ્રમાણપત્ર આપીને સન્માન કર્યું હતું આ પ્રસંગે શાળાના મુખ્યદાતા કુંવરજીભાઈ નાનજીભાઈ કેનયાના સુપુત્રો મુકેશભાઈ, ભરતભાઈ ,લક્ષ્મીચંદભાઈ તેમજ પરિવારના સભ્યો હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે આ કાર્યક્રમમાં માંડવી મુંદ્રા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, મુંદ્રા નગરપાલિકા પ્રમુખ શ્રી કિશોરસિંહ પરમાર અને ઉપપ્રમુખ ચંદ્રિકાબેન પાટીદાર, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી મહેન્દ્રભાઇ ગઢવી, મુંદ્રા નગરપાલિકા કારોબારી ચેરમેન શ્રી ડાયાલાલભાઈ આહિર, મુંદ્રા તાલુકા પંચાયત પ્રમુખશ્રીના પ્રતિનિધિ ચેતનભાઇ ચાવડા,, મુંદ્રા તાલુકા ઉપપ્રમુખશ્રી રતનભાઈ ગઢવી, શેઠ આર.ડી એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી દામજીભાઇ લાલજીભાઇ એન્કરવાલા, અગ્રણી સર્વે શ્રી શક્તિસિંહ જાડેજા, , વિશ્રામભાઈ ગઢવી, જીગરભાઈ છેડા, મહેન્દ્ર ભાઈ છેડા, કેશુભાઇ મોસાળીયા,કચ્છ યુનિવર્સીટી ગુજરાતી વિભાગના અધ્યક્ષાશ્રી દર્શનાબેન ધોળકીયા, અદાણી ગ્રુપ ના એકઝિક્યુટીવ ડાયરેક્ટર રક્ષિત ભાઈ શાહ,સી.કે.એમ.કન્યા વિધાલયના આચાર્યશ્રી હિનાબેન જાની, શેઠ આર.ડી એજ્યુકેશન ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટીગણો,શિક્ષણગણો તેમજ વિધાર્થીઓ મોટીસંખ્યામા ઉપસ્થિત રહ્યાં હતાં.

